ચીને ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાનને મદદનો દાવો નકાર્યો, વિદેશ મંત્રાલયે કરી આ સ્પષ્ટતા

બેઇજિંગ : ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂરમાં ભારતે એક સાથે ત્રણ દેશને હરાવ્યા હોવાનો દાવો કર્યો છે. જેમાં પાકિસ્તાન ઉપરાંત ચીન અને તુર્કીયેને ભારતે પરાસ્ત કર્યાનો દાવો કર્યો હતો.
જોકે, આ અંગે ચીને આકરી પ્રતિક્રિયા આપી છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ચીન અને પાકિસ્તાન વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહયોગ છે. તેનું લક્ષ્ય કોઈ ત્રીજો પક્ષ નથી. તેમજ ભારત અને પાકિસ્તાનને મહત્વપૂર્ણ પડોશી દેશ ગણાવ્યા છે.
આપણ વાંચો: દલાઈ લામાને ‘ભારત રત્ન’ આપવાની સાંસદોની માંગ: ચીન સાથેના સંબંધો પર શું અસર થશે?
ચીન આ દાવાને નકારી કાઢ્યો
આ સમગ્ર મુદ્દા પર વાત કરીએ તો થોડા સમય પૂર્વે ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે કહ્યું હતું કે ચીને ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ યુદ્ધનો ઉપયોગ તેની એર ડિફેન્સ સિસ્ટમની લાઇવ લેબ તરીકે કર્યો હતો.
જ્યારે આ અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગને આ દાવાને નકારી કાઢ્યો છે.
સંરક્ષણ સહયોગનું લક્ષ્ય કોઈ ત્રીજો પક્ષ નથી
તેમજ કહ્યું છે કે, ચીન અને પાકિસ્તાન પરંપરાગત રીતે નજીકના પડોશી છે અને તેમની વચ્ચે પરંપરાગત મિત્રતા છે. પાકિસ્તાન સાથે સંરક્ષણ અને સુરક્ષા સહયોગ બંને દેશો વચ્ચેના સામાન્ય સહયોગનો એક ભાગ છે. માઓ નિંગે કહ્યું કે ચીન અને પાકિસ્તાન વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહયોગ છે. તેનું લક્ષ્ય કોઈ ત્રીજો પક્ષ નથી.
આપણ વાંચો: ભારત આવક સમાનતામાં ચીન-અમેરિકાથી આગળ: વર્લ્ડ બેંક આવકની સમાનતા
જુદા જુદા લોકોના અલગ અલગ મંતવ્યો હોઈ શકે
આ ઉપરાંત માઓ નિંગને જણાવ્યું કે અમને ખબર નથી કે આક્ષેપ અમારી પર કેવી રીતે લગાવવામાં આવ્યો. તેમજ
જુદા જુદા લોકોના અલગ અલગ મંતવ્યો હોઈ શકે છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે ચીન-પાકિસ્તાનના સંબંધો કોઈપણ ત્રીજા પક્ષને લક્ષ્ય બનાવતા નથી.
પાકિસ્તાન પાસે 81 ટકા લશ્કરી સાધનો ચીની હતા
ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાના લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે ખુલાસો કર્યો કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ચીન પાસેથી રીઅલ-ટાઇમ ગુપ્ત માહિતી મળી રહી હતી.
તેમણે કહ્યું, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે (ડીજીએમઓ) સ્તરની વાટાઘાટો ચાલી રહી હતી. ત્યારે પાકિસ્તાનને અમારી મહત્વપૂર્ણ લશ્કરી પ્રવૃત્તિઓની લાઈવ માહિતી મળી રહી હતી. આ માહિતી ચીન તરફથી આવી રહી હતી. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન પાસે 81 ટકા લશ્કરી સાધનો ચીની છે. આ ઓપરેશનથી ચીનને તેના શસ્ત્રોનું પરીક્ષણ કરવાની “લાઈવ લેબ” જેવી તક મળી હતી.