ચીનમાં ભારે વરસાદ અને પુરથી તારાજી, 34 લોકોના મોત

બેઈજિંગ : ચીનમાં સતત વરસી રહેલા વરસાદ બાદ આવેલા પુરના લીધે ભારે તારાજી સર્જાઈ છે. ચીનના સરકારી મીડિયાના અહેવાલ અનુસાર ચીનની રાજધાની બેઈજિંગની આસપાસના વિસ્તારના ભારે વરસાદના લીધે પુર આવ્યું છે. જેમાં અત્યાર સુધી 34 લોકોના મોત થયા છે. જયારે 80,000 થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
136થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
ચીનના સરકારી મીડીયાએ આપેલી માહિતી મુજબ રાજધાની બેઈજિંગના ઉત્તર વિસ્તારમાં અનેક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના લીધે અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિનું નિર્માણ થયું છે. જેના લીધે 34 લોકોના મોત થયા
છે. તેમજ બેઈજિંગથી 80,000 થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ અનેક રોડ ક્ષતિગ્રસ્ત
થયા છે. જયારે 136થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
મિયુન જીલ્લામાં સૌથી વધુ 28 લોકોના મોત
ચીનના બેઈજિંગમાં મિયુન જીલ્લામાં સૌથી વધુ 28 લોકોના મોત થયા છે. જયારે યાનકિંગ જીલ્લામાં બે લોકોના મોત થયા છે. આ ઉપરાંત સોમવારે બેઈજિંગ નજીકના હેબેઈ પ્રાંતમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં ચાર લોકોના મોત થયા છે. જયારે અન્ય 8 લોકો લાપતા છે. ચીનના વડા પ્રધાન લી કિયાંગના જણાવ્યા અનુસાર ભારે વરસાદ અને પુરથી ગંભીર
જાનહાની થઈ છે. તેમણે રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યા છે.
નાગરિકોને શોધવા અને બચાવ માટે નિર્દેશ
આ ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે બેઈજિંગ અને તેની આસપાસ સર્જાયેલી તબાહીની માહિતી મેળવી છે. તેમણે અધિકારીઓને લાપતા નાગરિકોને શોધવા અને બચાવ માટે નિર્દેશ આપ્યા છે. તેમજ સ્થળાંતર કરાયેલા લોકોને યોગ્ય વ્યવસ્થા આપવા પણ આદેશ આપ્યા છે. જયારે બેઈજિંગમાં અધિકારીઓએ લોકોને ઘરમાં જ રહેવા અને શાળાઓ બંધ રાખવા અપીલ કરી છે.
આ પણ વાંચો….ગુજરાત જળમય: 132 તાલુકામાં વરસાદ, 29 જળાશયો છલકાયા