ચીને અમેરિકાને આપ્યો સીધો સંદેશ, જિનપિંગે કહ્યું અમે કોઈ થી ડરતા નથી | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ચીને અમેરિકાને આપ્યો સીધો સંદેશ, જિનપિંગે કહ્યું અમે કોઈ થી ડરતા નથી

તિયાનમેન : ચીને આજે તિયાનમેનમાં અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય પરેડનું આયોજન કર્યું હતું. જેની બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સંબોધનના અમેરિકાને સીધો સંદેશ આપી દીધો છે. તેમણે કહ્યું કે ચીન કોઈના દબાણમાં નથી આવતું અને ના કોઈ થી ડરે છે. ચીનના ઉદયને કોઈ નહી રોકી શકે. આ સમયે મંચ પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન હાજર હતા.

વિશ્વ આજે અનેક સમસ્યાઓથી ગ્રસ્ત

તિયાનમેન સ્ક્વેરમાં 50,000 થી વધુ લોકોને સંબોધિત કરતા શી જિનપિંગે ચેતવણી આપી હતી કે, આજે વિશ્વ શાંતિ અથવા યુદ્ધ, વાતચીત કે ટકરાવ અને સંયુક્ત જીત કે જીરો સમ ગેમ વચ્ચે પસંદગીના વળાંક પર ઉભી છે. જીરો સમ ગેમનો મતબલ છે કે એક પક્ષને જેટલો ફાયદો થાય છે તેટલું જ નુકશાન બીજા પક્ષને થાય છે. તેમણે કહ્યું કે ચીનના લોકો ઈતિહાસના સત્યના પક્ષના ઉભા છે.

આધુનિક લશ્કરી ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું

ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ પરેડમાં તેની આધુનિક લશ્કરી ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. જેમાં ડ્રોન, હાઇપરસોનિક મિસાઇલ અને ફાઇટર જેટ સામેલ હતા. તેમજ PLA વિમાનો પણ આ પરેડનો હિસ્સો બન્યા હતા. 45 લશ્કરી ટુકડીઓ તિયાનમેન સ્ક્વેર પર ઉતરી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગને સલામી આપી હતી. આ પરેડ લગભગ 70 મિનિટ સુધી ચાલી હતી.

આ પણ વાંચો…ચીનનું શકિત પ્રદર્શન, સૈન્ય પરેડમાં અમેરિકા વિરોધી દેશોનો જમાવડો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button