ઇન્ટરનેશનલ

Us Tariff War વચ્ચે ચીને લંબાવ્યો ભારત તરફ હાથ, કહી આ વાત

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર(Us Tariff War)બાદ વિશ્વના અનેક દેશો યુએસ વિરુદ્ધ મોરચો માંડવામાં મૂડમાં છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનો કેનેડા અને ચીને આક્રમક વિરોધ કર્યો છે. તેમજ હવે ચીન આ મુદ્દે ભારતની મદદ ઇચ્છી રહ્યું છે. જેમાં હવે અમેરિકાએ ખાંડની આયાત પર 20 ટકા ટેરિફની જાહેરાત કરી છે. ત્યારે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ શુક્રવારે ભારત અને ચીનને સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી.

Also read : ટ્રમ્પે કેનેડાના PMને ફરી કહ્યા ‘ગવર્નર ટ્રુડો’, પૂછ્યું – તમારા દેશમાં કેમ ચૂંટણી નથી થતી?

બંને દેશોના મૂળભૂત હિતમાં

ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ નેશનલ પીપલ્સ કોંગ્રેસની બેઠક બાદ જણાવ્યું હતું કે, “ડ્રેગન અને હાથીનું નૃત્ય કરાવવું એ વાસ્તવિકતા છે અને એકમાત્ર સાચો વિકલ્પ છે. તેમણે કહ્યું કે એકબીજાને નબળા પાડવાને બદલે એકબીજાને ટેકો આપવો અને સહયોગને મજબૂત બનાવવો એ બંને દેશોના મૂળભૂત હિતમાં છે.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે આપણે બંને દેશો એશિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ છે, જો એક સાથે આવે તો આંતરરાષ્ટ્રીય સંબંધોના લોકશાહીકરણ અને ગ્લોબલ સાઉથના વિકાસ અને મજબૂતીકરણ માટે ઉજ્જવળ ભવિષ્ય હશે. ગ્લોબલ સાઉથ એવા દેશોનો ઉલ્લેખ કરે છે જેમને ઘણીવાર વિકાસશીલ, ઓછા વિકસિત અથવા અવિકસિત રાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ મુખ્યત્વે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકામાં સ્થિત છે. ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણીવાર ‘ગ્લોબલ સાઉથ’ શબ્દનો ઉપયોગ કર્યો છે.

ભારત-ચીન સંબંધોમાં સકારાત્મક પ્રગતિ થઈ છે.

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે પૂર્વી લદ્દાખમાં ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા લશ્કરી ગતિરોધના અંત પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધાર આવ્યો છે. તમામ સ્તરે પ્રોત્સાહક પરિણામો પ્રાપ્ત થયા છે. વાંગે જણાવ્યું હતું કે ગયા વર્ષે રશિયાના કાઝાન શહેરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની સફળ મુલાકાત બાદ ચીન-ભારત સંબંધોમાં સકારાત્મક પ્રગતિ થઈ છે.

Also read : ટેરિફ વોરઃ અમેરિકાના 15 લાખ ઘરોમાં છવાઈ શકે છે અંધાર પટ, જાણો શું છે કારણ

જોકે, ભારતે હજુ સુધી આ નિવેદનનો કોઈ જવાબ આપ્યો નથી. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ભારત સરકાર ચીન સાથેના સંબંધો માટે સકારાત્મક દિશા નક્કી કરવા માટે કામ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button