Top Newsઇન્ટરનેશનલ

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ચીને દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું ઘટનાથી સ્તબધ…

બેઈજિંગ : દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ચીનનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને દિલ્હીમાં થયેલા વિસ્ફોટ પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમજ કહ્યું છે આ ઘટનાથી તે સ્તબધ છે. લિન જિયાને વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. તેમણે એમ પણ કહ્યું કે વિસ્ફોટમાં કોઈ ચીની નાગરિક ઘાયલ થયાના અહેવાલ નથી.

દિલ્હીમાં લાલ કિલ્લાની સામે વિસ્ફોટ નવ લોકો માર્યા ગયા

સોમવારે સાંજે દિલ્હીમાં લાલ કિલ્લાની સામે વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં નવ લોકો માર્યા ગયા હતા અને 29 ઘાયલ થયા હતા. તેમજ મૃત્યુઆંક વધવાની ધારણા છે. તપાસ એજન્સીઓ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે, અને સુરક્ષા દળો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

ગૃહ મંત્રાલયે એનઆઈએ તપાસ સોંપી

દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીકના એક નંબરના ગેટ સ્થિત એક કારમાં વિસ્ફોટ પછી હજુ પણ સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે ત્યારે આ વિસ્ફોટ અંગે દિલ્હી પોલીસ સહિત સ્પેશિયલ સેલ તપાસ કરી રહી છે ત્યારે આજે ગૃહ પ્રધાન અમિત શાહની બેઠક પછી આ વિસ્ફોટ અંગે તપાસ કરવાની જવાબદારી ગૃહ મંત્રાલયે એનઆઈએ સોંપવામાં આવી છે.

આ એક આતંકવાદી હુમલો

આ વિસ્ફોટ અંગે સરકારે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આ એક આતંકવાદી હુમલો છે, કારણ કે આતંકવાદી હુમલાની તપાસ કરવાનો અધિકાર એનઆઈએને છે. આજે બપોરના ગૃહ પ્રધાન અમિત શાહની આગેવાનીમાં સુરક્ષા સંબંધમાં મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ઊંડાણપૂર્વક તપાસ એનઆઈએ કરશે.

આ પણ વાંચો…દિલ્હી બ્લાસ્ટના સીસીટીવી આવ્યા સામે, જોવા મળી આ વાત

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button