અમેરિકાના વેનેઝુએલા પરના હુમલાની ચીને ટીકા કરી, માદુરો અને તેમની પત્નીને મુક્ત કરવાની માંગ

બેઈજિંગ: અમેરિકા દ્વારા વેનેઝુએલા હુમલો કરી રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. જેની વિશ્વના અનેક દેશોએ આકરી ટીકા કરી છે.ત્યારે ચીને પણ અમેરિકાને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે. તેમજ મુદ્દાનું સમાધાન વાતચીત દ્વારા લાવવા અપીલ કરી છે.
વાતચીત દ્વારા મુદ્દાઓનું નિરાકરણ લાવવા અપીલ
આ અંગે ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચીન અમેરિકા દ્વારા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની બળજબરીથી અટકાયત અને દેશનિકાલ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
ચીનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાનું આ પગલું આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સંબંધોના મૂળભૂત ધોરણો અને યુએન ચાર્ટરના હેતુઓ અને સિદ્ધાંતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
ચીન અમેરિકાને પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની વ્યક્તિગત સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમને તાત્કાલિક મુક્ત કરવા, વેનેઝુએલાની સરકારને ઉથલાવવાના પ્રયાસો બંધ કરવા અને વાતચીત દ્વારા મુદ્દાઓનું નિરાકરણ લાવવા અપીલ કરી છે.
આપણ વાચો: વેનેઝુએલા પર અમેરિકાના હુમલાની શશિ થરૂરે ટીકા કરી, કહ્યું જંગલ રાજ ચાલી રહ્યું છે…
લેટિન અમેરિકન અને કેરેબિયન ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને જોખમ
આ પૂર્વે ચીનના વિદેશ મંત્રાલયે વેનેઝુએલા પર અમેરિકાના હવાઈ હુમલા અને માદુરો અને તેમની પત્નીની ધરપકડની નિંદા કરી હતી. તેને એક આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું હતું.
ચીને જણાવ્યું હતું કે એક સાર્વભૌમ રાષ્ટ્ર સામે અમેરિકા દ્વારા બળનો ઉપયોગ અને તેના રાષ્ટ્રપતિ વિરુદ્ધ તેની કાર્યવાહીથી તે ખૂબ જ આઘાત પામ્યો છે અને તેની સખત નિંદા કરે છે. જે લેટિન અમેરિકન અને કેરેબિયન ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને જોખમમાં મૂકે છે.
આપણ વાચો: ઝોહરાન મમદાનીએ વેનેઝુએલા પર અમેરિકાના હુમલાની ટીકા કરી: “આ યુદ્ધ સમાન કૃત્ય છે”
માદુરો સરકારનું પતન ચીનને ફટકો
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, “ચીન અમેરિકાના આ પગલાનો સખત વિરોધ કરે છે. અમે અમેરિકાને આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટરના હેતુઓ અને સિદ્ધાંતોનું પાલન કરવા અને અન્ય દેશોની સાર્વભૌમત્વ અને સુરક્ષાનું ઉલ્લંઘન કરવાનું બંધ કરવા અપીલ કરીએ છીએ.
વેનેઝુએલામાં નિકોલસ માદુરો સરકારનું પતન અને અમેરિકા દ્વારા તેમની ધરપકડ બેઇજિંગ માટે મોટો ફટકો છે. કારણ કે માદુરોના પુરોગામી હ્યુગો ચાવેઝના સમયથી ચીનના વેનેઝુએલા સાથે ગાઢ વ્યૂહાત્મક સંબંધો રહ્યા છે.



