ઇન્ટરનેશનલ

કંપની હોય તો આવી: કર્મચારીઓને બોનસ આપવાની અનોખી રીત, જેટલા પૈસા ઘણી શકો એટલા…

સામાન્યપણે જ્યારે પણ કોઈ કંપની સારું પ્રદર્શન કરે છે ત્યારે કર્મચારીઓને બદલામાં સારું એવું બોનસ આપે છે. આ બોનસ કર્મચારીઓને ચેકે કે પછી સીધું એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ ક્યારેય એવું સાંભળ્યું કે જોયું છે ખરુ જ્યાં કંપની કર્મચારીઓની સામે ટેબલ પર પૈસા પાથરીને મૂકી દે અને કહે કે જેટલા પૈસા ગણી શકો એટલા તમારા? ચાલો આજે તમને આ અનોખી ઘટના વિશે જણાવીએ- આ ઘટના પડોશી દેશ ચીનની છે. ચીનની એક કંપનીએ બોનસ તરીકે આપવામાં આવનાર પૈસાનો પહાડ જ ખડકી દીધો હતો અને એમાંથી પૈસા કર્મચારી ગણીને જઈ જઈ શકાય એટલા પૈસા ઘરે જઈ જવાની ઓફર આપી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 25મી જાન્યુઆરીના થયેલી ઈવેન્ટનો આ વીડિયો છે. મળતી માહિતી અનુસાર ચીનમાં નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને આવી પરિસ્થિતિમાં કંપની નવા વર્ષ નિમિત્તે પોતાના કર્મચારીઓને બોનસ આવે છે. દરેક કંપનીની ઈચ્છા હોય છે કે તેઓ પોતાના કર્મચારીઓને ખુશ કરે. આ બધા વચ્ચે એક કંપનીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ટેબલ પર કંપનીએ 100-100 યુઆનની નોટોનો ઢગલો ખડકી દીધો હતો. આ સાથે જ કંપની કર્મચારી સામે શરત મૂકી હતી કે કર્મચારીઓ ટેબલ પાસે આવીને જ જેટલા પૈસા ગણી શકાય એટલા પૈસા ઘરે લઈને જઈ શકે છે. કહાનીમાં ટ્વીસ્ટ તો હવે આવે છે.

Also read:બ્લિંકિટ, ઝેપ્ટો કે સ્વિગી કોણ છે સૌથી ફાસ્ટ? એક મહિલાએ કર્યો આવો પ્રયોગ, સોશિયલ મીડિયા પર ચર્ચા

પૈસા ગણવાનો સમય લોટરી સિસ્ટમથી નક્કી કરવામાં આવતો હતો. આ ચિઠ્ઠીઓમાં એક મિનિટથી લઈને 15 મિનિટ સુધીનો સમય હતો. પૈસા ગણવાની હરિફાઈ જે કંપની દ્વારા રાખવામાં આવી હતી તેમણે કુલ 20 કાઉન્ટર લગાવ્યા હતા અને લોકો નક્કી કરેલાં ટાઈમ પ્રમાણે કર્મચારીઓ પૈસા ગણતા હતા. આ સ્પર્ધાના કેટલાક બીજા નિયમો પણ હજા જેમાં એક નિયમ એવો હતો કે જો કોઈ પણ કર્મચારી એક પણ નોટ ખોટી ગણશે તો તેના બોનસમાંથી 1000 યુઆન કાપી લેવામાં આવશે. આ સ્પર્ધામાં જે કર્મચારીને જેકપોટ લાગ્યો તેણે 97,800 યુઆન એટલે કે આશરે 11,27,837 રૂપિયાનું બોનસ મળ્યું હતું. છે ને એકદમ મજેદાર સ્ટોરી? માનવામાં ના આવે પણ આ હકીકત છે. તમે પણ આ માહિતી તમારા મિત્રો સાથે આ માહિતી શેર કરીને તેમના સામાન્યજ્ઞાનમાં ચોક્કસ વધારો કરો હં ને…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button