ડ્રેગનની ફ્લાઈંગ ટ્રેનઃ ચીને શરુ કર્યું દુનિયાની સુપર હાઈસ્પીડ બુલેટ ટ્રેનનું પરીક્ષણ

ટ્રાયલ રનમાં ટ્રેને પકડી 453 કિમી પ્રતિ કલાકની સ્પીડ, જુઓ સુપર ફાસ્ટ ટ્રેનની વિગતો
ભારતમાં હાઈ સ્પીડ બુલેટ ટ્રેન દોડાવવા માટે ભારતીય રેલવેએ કમર તો કસી લીધી છે, પરંતુ દોડશે ક્યારે તો ભગવાન જાણે, પરંતુ યોજનાઓ અને સમીક્ષાઓ તો રોજ કરવામાં આવે છે. ખેર, પડોશી દેશ ચીન સેમી હાઈ સ્પીડમાં માનતું નથી, પરંતુ હાઈ સ્પીડ ટ્રેન દોડાવવામાં છાશવારે અવનવા રેકોર્ડ બનાવી રહ્યું છે, જેમાં હવે નવી સિરીઝની બુલેટ ટ્રેનની ટ્રાયલ કરીને હાઈ ટેક વર્લ્ડને ચોંકાવ્યું છે.
ટ્રાયલ રનમાં કલાકના 450 કિ.મી.ની ઝડપ
ચીને દુનિયાની સુપરહાઈ સ્પીડ બુલેટ ટ્રેન (યાને CR 450)ની પ્રી-સર્વિસ ટ્રાયલ સિરીઝ શરુઆત કરી છે. આ બુલેટ ટ્રેનની ઝડપ જાણીને પણ ચોંકી જશો. ભારત હાલમાં 250-300 કિલોમીટરની રફતારથી ટ્રેન દોડાવવા સજ્જ થયું છે, ત્યારે ચીનેએ એનાથી ડબલ સ્પીડ યાને કલાકના 453 કિલોમીટરની ઝડપથી દોડાવતી બુલેટ ટ્રેન દોડાવવા તૈયાર થયું છે. પ્રી-સર્વિસ ટ્રાયલ વખતે કલાકના 453 કિલોમીટરની ઝડપ પણ પ્રાપ્ત કરી છે.
શાંઘાઈ અને ચેંગદુ વચ્ચે ટ્રાયલ રન હાથ ધરાયો
હવે તમારી જાણ ખાત જણાવીએ કે ચીનની આ સુપરહાઈ સ્પીડ બુલેટ ટ્રેનની ઝડપ સરેરાશ કલાકના 450 કિલોમીટરની છે, જ્યારે કમર્શિયલ સ્પીડ કલાકના 400 કિલોમીટરની છે. આ ટ્રેન ચીનના પૂર્વીય શહેર શાંઘાઈ અને પશ્ચિમના ચેંગદુને જોડશે, જે અન્વયે હાલમાં ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડઃ ટોકાઈડો શિનકાનસેન-જાપાનીઝ બુલેટ ટ્રેનમાં અનુભવ થઈ પણ જાય ને ખબર પણ ન પડે…
4.40 મિનિટમાં 350 કિલોમીટરની પકડે છે ઝડપ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીનની આ હાઈ સ્પીડ ટ્રેન સરેરાશ ચાર મિનિટ 40 સેકન્ડ્સમાં કલાકના 350 કિલોમીટરની ઝડપ પકડી શકે છે, જે તેની જૂની CR 400 તુલનામાં 100 સેકન્ડ્સ ઓછી છે. CR 450 સિરીઝની બે બુલેટ ટ્રેને ટ્રાયલ વખતે કલાકના 896 કિલોમીટરની કમ્બાઈન્ડ સ્પીડથી એકબીજાને ક્રોસ કરતો એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. ટેક્નિકલ વાત કરીએ તો તેની એરો ડાયનેમિક નોઝને 12.5 મીટરથી વધારીને 20 સેન્ટિમીટર કરવામાં આવ્યો છે, જ્યારે વજન પણ 50 ટન ઘટાડવામાં આવ્યું છે, જેનાથી એર રેઝિસ્ટન્સમાં 22 ટકાનો ઘટાડો આવ્યો છે.
આ પણ વાંચો: જાપાન ભારતને ગિફ્ટમાં આપશે 2 બુલેટ ટ્રેન, જાણો એની શું વિશેષતા હશે
ટ્રેનનું ઈન્ટિરિયર નોઈસ લેવલ 68 ડિસેબલ છે
કલાકના 400 કિલોમીટરની ઝડપથી દોડતી ટ્રેનનું ઈન્ટિરિયર નોઈસ લેવલ સરેરાશ 68 ડિસેબલ રહ્યું હતું, જે કલાકના 70 કિલોમીટર ઝડપથી દોડતી કારના બરાબર છે. હાલમાં સર્વિસમાં રહેલી ટ્રેન સીઆર400 ફક્સિંગ હાઈ સ્પીડ ટ્રેન કલાકના 350 કિલોમીટરની ઝડપથી દોડાવાય છે. CR 450 ટ્રેન પ્રવાસીઓની સાથે કમર્શિયલ સર્વિસ શરુ કર્યા પહેલા 6,00,000 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. ચાઈના સ્ટેટ રેલવે ગ્રુપ CR 450 નેતૃત્વ કરે છે.