China રચી રહ્યું છે ભારત વિરુદ્ધ ષડયંત્ર, સરહદ પર વસાવી લીધા 684 ગામ
નવી દિલ્હી : ચીન(China) અને ભારત વચ્ચે વર્ષોથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે બંને દેશોની સેનાઓ વચ્ચે ઘર્ષણના અહેવાલો પણ આવે છે. હવે એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ચીને ભારત સાથેની વિવાદિત સરહદ પર ગામડાઓ વસાવી લીધા છે. વોશિંગ્ટન થિંક ટેન્ક સેન્ટર ફોર ઈન્ટરનેશનલ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ (CSIS)ના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં 16 મેના રોજ કહેવામાં આવ્યું હતું કે ચીન હિમાલયમાં ભારત સાથેની તેની વિવાદિત સરહદ પર સેંકડો ગામોને વસાવી રહ્યું છે.ચીન વિવાદિત ભારતીય સરહદ પર બેવડા ઉપયોગ માટે ગામડાઓને અપગ્રેડ કરી રહ્યું છે
ચીન ગુપ્ત રીતે સૈનિકો તૈનાત કરી શકે છે
એક મેગેઝીનના અહેવાલમાં સેટેલાઇટ ફોટા ટાંકવામાં આવ્યા હતા. જેમાં 2022 થી 2024 સુધીની તસવીરોની સરખામણી કરવામાં આવી હતી. ચીને વિવાદિત સરહદ પર છેલ્લા 4 વર્ષમાં 624 ગામડાં બનાવ્યાં છે. CSISના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2018 થી 2022 વચ્ચે ચીને 624 ગામડાઓ બનાવ્યા છે અને તેનું કામ ચાલુ છે. આ ગામો અરુણાચલ પ્રદેશની નજીક 4 અલગ-અલગ સ્થળોએ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.અરુણાચલ ભારતનો એક ભાગ છે. જ્યારે ચીન તેને પોતાનો વિસ્તાર ગણાવે છે. જાણકારોનું કહેવું છે કે જે ગામડાઓ સ્થાપિત થયા છે ત્યાં ગુપ્ત રીતે સૈનિકોને તૈનાત કરી શકાય છે.
આ પણ વાંચો : ભારત અને ચીન મિત્ર કેમ નથી?તેના મૂળમાં પાંચ -P છે
જોખમ વધી શકે છે
સીમા વિવાદને લઈને ચીનના સૈનિકો અને ભારત વચ્ચે અથડામણ થઈ રહી છે. ડિસેમ્બર 2020માં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે લડાઈ થઈ હતી. 1962માં બંને દેશો વચ્ચે સરહદ પર યુદ્ધ થયું હતું. છેલ્લા 3 વર્ષમાં અથડામણ પણ જોવા મળી છે. નિષ્ણાતોનું કહેવું છે કે સરહદ વિવાદનો કોઈ સ્પષ્ટ ઉકેલ નથી. ગત વર્ષે યારાવ નજીક એક નવો રોડ અને બે હેલિપેડ બનાવવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન 3900 મીટરની ઉંચાઈ પર આવેલા યારાવ ખાતે નવી ઈમારતોનું નિર્માણ કરવામાં પણ સફળ રહ્યું છે. ચીન તિબેટીયન અને હાનની વસ્તી પ્રત્યે પણ અલગ વલણ બતાવી રહ્યું છે.