ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અમેરિકન ઉદ્યોગપતિનું 99 વર્ષની વયે નિધન, ગુજરાતના પટેલો માટે કહી હતી આ વાત…

દિગ્ગજ રોકાણકાર ચાર્લી મંગરે 99મા વર્ષે મંગળવારે અંતિમ શ્વાસ લીધા. ચાર્લીએ યુએસમાં કેલિફોર્નિયા સ્થિત એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાર્લી મંગરને બર્કશાયર હેથવેના ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિ વોરેન બફેચના રાઈડ હેન્ડ તરીકે લોકો ઓળખતા હતા. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે કે છે આટલા વેલ કનેક્ટેડ હોવા છતાં પણ ચાર્લી અમેરિકામાં વધી રહેલા પટેલ લોબીના વર્ચસ્વથી અંદરથી ખળભળી ઉઠ્યા હતા અને આ જ અનુસંધાનમાં તેમણે ગુજરાતના પટેલોને લઈને એક મોટું નિવેદન આપ્યું હતું.


ચાર્લીએ પટેલોને લઈને એવું નિવેદન આપ્યું હતું કે હું ક્યારેય પણ એમની સાથે મુકાબલો કરવા નથી માગતો. હવે તમને થશે કે આખરે બર્કશાયર હેથવેને મલ્ટિ બિલિયન ડોલરની કંપની બનાવનારા ચાર્લીએ આખરે ગુજરાતના પટેલોને લઈને આવું નિવેદન કેમ આપ્યું હતું?


વાત જાણે એમ છે કે તેઓ પટેલ અને મોટેલ્સને લઈને વાત કરી રહ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આ ભારતના પટેલો બધી મોટેલ્સ ખરીદી લે છે, તેઓ તમારાથી વધારે મોટેલ્સ વિશે જાણે છે, એ લોકો મોટેલ્સમાં જ રહે છે. તેઓ કોઈ ટેક્સ નથી. કર્મચારીઓને પણ તેઓ કંઈ ખાસ આપતા નથી. જે કંઈ પણ કમાય છે બીજી નવી મોટેલ્સ ખરીદવામાં લગાવે છે.


ચાર્લીએ આગળ એવું પણ કહ્યું હતું કે શું તમે એમનો મુકાબલો કરવા માંગો છો? હું તો નથી કરવા માંગતો. મારે નથી કરવો. આ વાત તેણે 2011માં કહી હતી. તેણે ગુજરાતી અમેરિકા લોકોને મોટેલ બિઝનેસની સફળતાની મિસાલ તરીકે રજૂ કર્યા હતા અને હવે તેમના નિધન બાદ તેમનું આ નિવેદન ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે.


જોકે, આ પહેલી અને છેલ્લી વખત નહોતું કે ચાર્લીએ ભારતીયો અને ભારતને લઈને કોઈ પણ ટિપ્પણી આપી હોય. 2011 બાદ 2017માં તેમણે કહ્યું હતું કે તેઓ ભારતના બદલે એક ચીની ગ્રુપ સાથે કામ કરવાનું પસંદ કરીશ. ભારતમાં કોઈ પણ કામ કરાવવાનું અઘરું છે અને ત્યાંની લાંચ પ્રણાલી ખૂબ જ નિરાશાજનક છે.


અહીંયા તમારી જાણ માટે કે ચાર્લી એક વકીલ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રનું મોટું માથું હતું. બર્કશાયર સાથે જોડાવવા પહેલાં તેઓ એક રિયલ એસ્ટેટ કંપનીમાં પાર્ટનર હતા. જોકે, બર્કશાયર સાથે જોડાયા બાદ તેમણે બીજું કોઈ ગ્રુપ જોઈન્ટ નહોતું કર્યું અને અંતિમ શ્વાસ સુધી તે આ કંપનીના વાઈસ ચેરમેન રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button