લિસ્બનનું ટૂરિસ્ટ એક્ટ્રેક્શન ફર્નિક્યુલર થયું ડિરેલ, 15ના મોત, પર્ટુગલ શોકમાં

લિસ્બનઃ વિશ્વના લોકો માટે બહુ મોટું આકર્ષણ એવી લિસ્બનની ગ્લોરિયા ફર્નિક્યુલર ડિરેલ થતાં 15 જણના મોત થયા છે. લગભગ 140 વર્ષ જેટલી જૂની આ ફર્નિક્યલુર એક એલિવેટર રેલરોડ ટેકનોલોજી છે. જે ટ્રામને કેબલ પર ઉપર અને નીચે ખેંચે છે જ્યારે તેના પૈડા ટ્રેક પર ફરે છે. લિસ્બન આવતા ટૂરિસ્ટ માટે આ સૌથી મોટુ આકષર્ણ છે. આ ઘટના બાદ વિશ્વના ઘણા દેશના વડા અને મહાનુભાવોએ શોકની લાગણી વ્યક્ત કરી છે.
જે લોકો પણ લિસ્બન ફરવા જાય તેઓ અચૂક આ અનુભવ લે છે. આ ફર્નિક્યુલર ડિરેલ થવાની ઘટના તે માટે વિશેષ ચર્ચાનો વિષય બની છે. ઘટના વિશે મળતી માહિતી અનુસાર સમગ્ર વિશ્વમાં ટૂરિસ્ટ અટ્રેક્શન એવા ફર્નિક્યલરના ડિરેલ થવાથી 15 જણ માર્યા ગયા હતા. પોર્ટુગલના 15 જણ માર્યા જવાથી શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઉપરાંત 18 જણ ઘાયલ થયા છે, જેમાંથી પાંચની સ્થિતિ ગંભીર માનવામાં આવી રહી છે. તમામને હૉસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. આ ફર્નિક્યુલર 140 વર્ષ જૂનું છે. અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર કેબલ વાયર તૂટવાથી ટ્રેનનું સંતુલન બગડતાં તે પાટા પરથી ઉતરી ગઈ અને અને પલટી ગઈ. પલટી મારતી વખતે, ટ્રેન એક ઇમારત સાથે પણ અથડાઈ, જેના કારણે તેના ટૂકડા થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ઑપરેશન શરૂ થયું હતું.
આ અકસ્માતમા વિદેશના નાગરિક મોત પણ થયા છે, પંરતુ તેમની નાગરિકતા જાણવા મળી નથી. લિસ્બનના મેયર કાર્લોસ મોએદાસ બુધવારે મોડી રાત્રે ઘાયલોને મળવા ગયા હતા. આ કરૂણાંતિકા બાદ પોટુર્ગલ સરકારે એક દિવસનો શોક જાહેર કર્યો હતો. દેશના પ્રમુખ Marcelo Rebelo de Sousaએ દુર્ઘટના બદલ ખેદ વ્યક્ત કર્યો હતો અને પીડિતોના પરિવારો પરત્વે સહાનુભૂતિ દર્શાવી હતી. આ ઘટનાની સઘન તપાસ થઈ રહી છે અને દરેક સંબંધિત એજન્સી કામે લાગેલી છે. કાટમાળમાં ફસાયેલા લોકોને અમુક કલાકો બાદ બહાર કઢાયા હતા. જોકે ઘટના સમયે કેટલા લોકો હાજર હતા તે હજુ સ્પષ્ટ થયું નથી.
લિસ્બનના પબ્લિક ટ્રાન્સપોર્ટના ઓપરેશનના વડાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને તેમના કહેવા અનુસાર ફ્રનિક્યુલરનું જરૂરિયાત પ્રમાણે મેઈન્ટેનન્સ અને ચકાસણી થઈ રહ્યા છે. જોકે સાક્ષીઓના કહેવા અનુસાર ફર્નિક્યુલરની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને તે બિલ્ડિંગ સાથે અથડાયા બાદ પટકાયું હતું.
આપણ વાંચો: આઈએસઆઈ બાદ હવે પાક વિદેશ પ્રધાન બાંગ્લાદેશ પહોંચ્યા! શું છે શરીફ અને મુનીરનો પ્લાન?