Central Western US માં ભારે પૂર, 2 મોત, પુલ નદીમાં તૂટ્યો
નોર્થ સિઓક્સ સિટી (યુએસ): મધ્ય પશ્વિમ અમેરિકામાં પૂરના કારણે ઓછામાં ઓછા બે લોકો માર્યા હતા હતા. ભારે વરસાદના કારણે એક રેલવેનો પુલ તૂટી પડ્યો હતો અને એક ડેમની આસપાસ પાણી ભરાઇ ગયું હતું જેના કારણે સેંકડો લોકોનું સ્થળાંતર કરાયું હતું. સિઓક્સ સિટીના કેટીઆઇવી ટીવીએ સોમવારે રિપોર્ટ આપ્યો હતો કે આયોવાના સ્પેન્સરમાં એક બેરિકેડની આસપાસ જવાનો પ્રયાસ કરતી વખતે ઇલિનોઇસના એક વ્યક્તિનું શનિવારે મૃત્યુ થયું હતું.
લિટલ સિઓક્સ નદીમાં એક ટ્રક તણાઇ ગઇ હતી. અધિકારીઓએ ટ્રકને શોધી કાઢી હતી. સાઉથ ડાકોટામાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો : America માં ઓકલાહોમાં ગુજરાતીની હત્યા, પોલીસે આરોપીની ધરપકડ કરી
આ પૂરને કારણે આયોવા, નેબ્રાસ્કા, સાઉથ ડાકોટા અને મિનેસોટાના કેટલાક હિસ્સાઓમાં સ્થિતિ ગંભીર બની છે. ઓમાહા, નેબ્રાસ્કાથી લઈને સેન્ટ પૉલ, મિનેસોટા સુધીના 3 મિલિયનથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા હતા. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા મુજબ, વાવાઝોડાથી ગુરુવારથી શનિવાર સુધી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં 18 ઇંચ (46 સેન્ટિમીટર) જેટલો વરસાદ સિઓક્સ ફોલ્સ, સાઉથ ડાકોટાની દક્ષિણે પડ્યો હતો.
સિઓક્સ નદીના પરનો રેલવેનો એક પુલ તૂટી પડ્યો હતો. આ પુલ ઉત્તર સિઓક્સ સિટી, સાઉથ ડકોટાને સિઓક્સ સિટી, આયોવા સાથે જોડતો હતો અને રાત્રે 11 વાગ્યાની આસપાસ પુલ નદીમાં પડ્યો હતો.