ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્વવિરામનો ભંગ, ઇઝરાયલે ફરી ગાઝા પર હુમલો કર્યો...
Top Newsઇન્ટરનેશનલ

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્વવિરામનો ભંગ, ઇઝરાયલે ફરી ગાઝા પર હુમલો કર્યો…

તેલ અવીવ : ઇઝરાયલ અને હમાસ વચ્ચે અમેરિકાના મધ્યસ્થીથી યુદ્ધ વિરામ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ મળતી માહિતી મુજબ ઇઝરાયેલે ફરી એકવાર ગાઝા પર હુમલો કર્યો છે. ઇઝરાયેલ અમેરિકાના એક અહેવાલ બાદ આ હુમલો કર્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હમાસ ગાઝાના અનેક વિસ્તારોમાં નાગરિકો પર હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે.

હમાસે અમેરિકાના દાવાઓને નકાર્યા

આ અંગે ઇઝરાયેલ તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન પ્રકાશમાં આવ્યું નથી. જેમાં કેટલાક અહેવાલો અનુસાર
ઇઝરાયલે રફાહ વિસ્તારમાં હવાઈ હુમલા કર્યા છે. આ અંગે હમાસે અમેરિકાના દાવાઓને નકાર્યા હતા. જયારે ગુપ્તચર અહેવાલોના આધારે અમેરિકાએ આરોપ લગાવ્યો કે હમાસ ગાઝાના રહેવાસીઓ પર હુમલો કરવાની અને યુદ્ધવિરામનો ભંગ કરવાની યોજના બનાવી રહ્યું છે.

હમાસનું નિઃશસ્ત્રીકરણ જરૂરી

આ ઉપરાંત ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શનિવારે ચેતવણી આપી હતી. જેમાં કહ્યું હતું કે જ્યાં સુધી હમાસ દ્વારા પેલેસ્ટિનિયન પ્રદેશોનું નિઃશસ્ત્રીકરણ કરવામાં નહી આવે ત્યાં સુધી ગાઝામાં યુદ્ધ બંધ નહીં થાય. તેમજ હમાસનું પણ નિઃશસ્ત્રીકરણ જરૂરી છે. જયારે હમાસની લશ્કરી પાંખ,ઇઝેદ્દીન અલ-કાસમ બ્રિગેડ્સે શનિવારે રાત્રે અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધવિરામ ભાગ રૂપે બે વધુ બંધકોના મૃતદેહ સોંપ્યા પછી આ નિવેદન આવ્યું હતું.

ગાઝા અને ઇજિપ્ત વચ્ચેનો રફાહ સરહદ ક્રોસિંગ બંધ રહેશે

ઇજિપ્તમાં પેલેસ્ટિનિયન દૂતાવાસે કહ્યું કે ગાઝાવાસીઓ માટે એક મુખ્ય પ્રવેશદ્વાર રફાહ ક્રોસિંગ સોમવારે ફરીથી ખુલશે, તેની બાદ નેતન્યાહૂએ જાહેરાત કરી હતી કે ગાઝા અને ઇજિપ્ત વચ્ચેનો રફાહ સરહદ ક્રોસિંગ આગામી સૂચના સુધી બંધ રહેશે. તેમણે જણાવ્યું હતું કે તેને ફરીથી ખોલવાનું કામ હમાસ દ્વારા મૃત બંધકોના મૃતદેહ પરત કરવા પર નિર્ભર રહેશે.

આ પણ વાંચો…ઇઝરાયલે ગાઝામાં 13 પરમાણુ બોમ્બની અસર જેટલા વિસ્ફોટકો ફેંક્યા, કાટમાળ દુર કરવામાં 15 વર્ષ લાગશે

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button