ઇન્ટરનેશનલ

એક્વાડોરિયન બ્યુટી ક્વીનની હત્યાના CCTV ફૂટેજ સામે આવ્યા, ગોળી મારીને કરાઇ હત્યા

ક્વેવેડો : આજકાલના સમયમાં સેલિબ્રિટીઓ માટે સોશિયલ મીડિયા (Social Media) પર અપડેટ રહેવું એક ટ્રેન્ડ બની ગયો છે. પરંતુ આવો ટ્રેન્ડ પોતાની માટે જીવલેણ બની શકે છે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક્વાડોરિયન બ્યુટી કિવન લેન્ડી પેરાગા ગોયબુરોએ (Beauty Queen Landi Paraga) સોશિયલ પર સ્ટેટ્સ મૂક્યા બાદ તેના લોકેશનના આધારે જીવલેણ હુમલાની શિકાર બની અને જીવ ગુમાવ્યો પડ્યો.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ એક્વાડોરિયન બ્યુટી કિવન લેન્ડી પેરાગા ગોયબુરો ક્વેવેડોમાં એક રેસ્ટોરન્ટમાં જમતી હતી ત્યારે તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, ગોળીબાર ત્યારે થયો જ્યારે પેરાગાએ તેના ઇન્સ્ટાગ્રામ(Instagram) એકાઉન્ટ પર તેના ભોજનનો ફોટો, ઓક્ટોપસ સેવિચેની પ્લેટ મૂકી હતી. જેના આધારે હત્યારાઓને તેના લોકેશન વિશેની માહિતી મળી હતી. આ પોસ્ટ સાર્વજનિક થયા પછી તરત જ બે સશસ્ત્ર હુમલાખોર રેસ્ટોરન્ટમાં ઘૂસી ગયા અને ગોળી મારી હતી.

પેરાગાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 1,73,000 ફોલોવર

અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ન્યાયિક અધિકારીઓને સંગઠિત અપરાધ સાથે જોડતી ભ્રષ્ટાચારની તપાસમાં તેનું નામ સપાટી પર આવ્યા બાદ પેરાગાને ગોળી મારી દેવામાં આવી હતી.એવી અટકળો છે કે હત્યાનો આદેશ ડ્રગ લોર્ડની વિધવાએ આપ્યો હતો જેની સાથે પેરાગાનું અફેર હોવાનું માનવામાં આવે છે.પેરાગાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 1,73,000 ફોલોવર છે.

પેરાગાને લોહીથી લથપથ હાલતમાં છોડીને ભાગી છૂટયા

જ્યારે એક અખબારના અહેવાલ મુજબ, સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે બે બંદૂકધારીઓ રેસ્ટોરન્ટમાં ધસી આવ્યા હતા. જ્યાં પેરાગા ગોયબુરો અને અન્ય એક વ્યકિત બેઠા હતા. પોતાની જાતને બચાવવા માટે પેરાગાએ પ્રયત્નો કર્યા પરંતુ હુમલાખોરોએ નિર્દયતાથી ગોળી મારી હતી. તેમજ હુમલાખોરો પેરાગાને લોહીથી લથપથ હાલતમાં છોડીને ભાગી છૂટયા હતા.

23 વર્ષીય પેરાગા ગોયાબુરોએ ભૂતપૂર્વ બ્યુટી કિવન અને ઉદ્યોગસાહસિક તરીકે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સોશિયલ મીડિયા પર 10 લાખથી વધુ ફોલોઅર્સ સાથે તે ઇક્વાડોરના સમાજમાં જાણીતી વ્યક્તિ હતી. આ મૉડેલ મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટિંગ બિઝનેસની પણ માલિકી ધરાવતી હતી અને તે પોતાની સ્પોર્ટસવેર લાઇન ચલાવતી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button