પ્રશાંત મહાસાગરમાં ડૂબ્યું 3000 વાહનોને લઇ જતું કાર્ગો જહાજ, ભીષણ આગ પણ લાગી

મેક્સિકો : પ્રશાંત મહાસાગરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં ચીનથી અમેરિકા જઇ રહેલું કાર્ગો વાહન આગ લાગ્યા બાદ ડૂબી ગયું હતું. આ મોર્નિંગ મિડાસ નામનું કાર્ગો વાહન આ જહાજ 3,000 નવા વાહનો લઈને મેક્સિકો જઈ રહ્યું હતું. આ જહાજમાં લગભગ 800 ઇલેક્ટ્રિક વાહનો પણ હતા. જેમાં આગ લાગ્યા પછી બીજા જહાજ દ્વારા ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા. આ આગ એટલી ભયંકર હતી કે તેને બુઝાવી શકાઈ નહીં.
જહાજ પાણીમાં એક તરફ નમ્યું અને પછી તે ડૂબી ગયું
લંડન સ્થિત શિપિંગ કંપની ઝોડિયાક મેરીટાઇમ અનુસાર જહાજ અલાસ્કામાં એલ્યુશિયન આઇલેન્ડ ચેઇન નજીક દરિયામાં ડૂબી ગયું. જેમાં ખરાબ હવામાનને કારણે આગ વધુ વધી ત્યારબાદ જહાજ પાણીમાં એક તરફ નમ્યું અને પછી તે ડૂબી ગયું. મોર્નિંગ મિડાસ નામનું આ જહાજ જમીનથી 415 માઇલ 16,404 ફૂટની ઊંડાઈએ ડૂબી ગયું છે.
જહાજના ડેક પર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા
આ કાર્ગો જહાજ સમુદ્રમાં ડૂબી ગયા પછી યુએસ કોસ્ટ ગાર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જહાજના પાછળના ભાગમાં ઇલેક્ટ્રિક વાહનોથી ભરેલા ડેકમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ઓફિસર કેમેરોન સ્નેલે જણાવ્યું હતું કે યુએસ કોસ્ટ ગાર્ડના જહાજો પ્રદૂષણ સંબંધિત કોઈપણ સમસ્યાનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
કેમેરોન સ્નેલે જણાવ્યું હતું કે કાર્ગો જહાજ ડૂબી ગયું તે વિસ્તારની નજીક બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે જેથી કોઈપણ પ્રદૂષણ અથવા કાટમાળને નિયંત્રિત કરી શકાય. આ જહાજની મેનેજમેન્ટ કંપની ઝોડિયાક મેરીટાઇમે વધારાની સહાય માટે પ્રદૂષણ પ્રતિભાવ વાહનો પણ મોકલશે. 600 ફૂટ ઊંચા કાર્ગો જહાજમાં 3 જૂનના રોજ અલાસ્કા કિનારાથી લગભગ 300 માઇલ દૂર આગ લાગી હતી.
આપણ વાંચો ઈરાનના પરમાણુ સ્થળોને ઉડાવવામાં અમેરિકા નિષ્ફળ થયું હોવાનો દાવો, ટ્રમ્પે આપ્યો જવાબ
જહાજ ચીનથી મેક્સિકો જઈ રહ્યું હતું
કાર્ગો જહાજે આગ અંગે ડિસ્ટ્રેસ એલર્ટ મોકલ્યું હતું, જેના પછી યુએસ કોસ્ટ ગાર્ડે કોલનો જવાબ આપ્યો હતો. કોસ્ટ ગાર્ડે પુષ્ટિ આપી છે કે કોઈ ઈજા થઈ નથી, જહાજમાં સવાર 22 લોકોને લાઇફ બોટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગતા કાર્ગો જહાજની નજીક આવેલા વેપારી મરીન જહાજ દ્વારા ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા.