ઇન્ટરનેશનલ

અમેરિકી રાજદૂતે કર્યા ભારતીયોના વખાણ કહ્યું “ત્યાં સુધી, તમે અમેરિકામાં CEO નહીં બની શકો…”

નવી દિલ્હી : ભારતીય લોકોની નામના વિશ્વભરમાં છે… પછી તે અમેરિકા હોય કે બ્રિટન. ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટી તાજેતરમાં દાવો કર્યો હતો કે હાલમાં અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ ભારતીય મૂળના ન હોય ત્યાં સુધી સીઈઓ બની શકે નહીં. એરિક ગાર્સેટીની આ રમૂજી કટાક્ષ હાલમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ખાતે 2024 ઇન્ડિયાસ્પોરા AI સમિટમાં આવ્યો હતો.

ગાર્સેટીએ કહ્યું, “ઘણી સફળતાઓ મળી છે… ફોર્ચ્યુન 500 કંપનીઓના 10 સીઈઓમાંથી એક કરતાં વધુ હવે ભારતીય મૂળના છે જેમણે અમેરિકામાં અભ્યાસ કર્યો છે. પહેલા એવું કહેવાતું હતું કે જો તમે ભારતીય છો, તો તમે અમેરિકામાં સીઈઓ ન બની શકો. પરંતુ હવે સ્થિતિ બિલકુલ વિપરીત છે, હવે એવું કહેવામાં આવે છે કે તમે તો જ સીઈઓ બની શકો છો, જો તમે ભારતીય છો.” પછી એ ભલે ગુગલ હોય, માઈક્રોસોફ્ટ હોય કે સ્ટારબક્સ હોય. લોકો આ મોટો બદલાવ લાવ્યા છે.

Google અને તેની મૂળ સંસ્થા Alphabet Inc. સુંદર પિચાઈ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે, જ્યારે માઇક્રોસોફ્ટ અને સ્ટારબક્સનું સંચાલન અનુક્રમે સત્ય નડેલા અને લક્ષ્મણ નરસિમ્હન દ્વારા કરવામાં આવે છે. ગાર્સેટીની સાથે જ ઉપસ્થિત ભારતીય મૂળના વેપારી અગ્રણીઓ પણ તેમની લાગણી વ્યક્ત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની, ખાસ કરીને ભારતને નવીનતા અને પ્રગતિના વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવામાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

આ જ ઈવેન્ટમાં બોલતા ઈલાસ્ટીકના સીઈઓ આશુતોષ કુલકર્ણીએ કહ્યું કે પીએમ મોદી અને સરકાર અદભૂત કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “વડાપ્રધાન અને સરકાર કેટલાક અદ્ભુત કામો કરી રહ્યા છે અને તેમનું ધ્યાન નવીનીકરણ માટે છે, તેમનું ધ્યાન ઉદ્યોગ પર છે, તેમનું ધ્યાન વસ્તી પર છે. વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ અને તે વસ્તીને ધ્યાનમાં રાખીને પ્રગતિની તરફ લઇ જવા માટે જે રીતે કામકાર્યું તે પ્રસંશાને પાત્ર છે.”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…