Trudeau May Resign Before Key Meet

Justin Trudea આજે આપી શકે છે PM પદ પરથી રાજીનામું

ઓટાવા: ભારત સાથેના વિરોધને લઈને સતત વિવાદનું કેન્દ્ર બનેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામાના અહેવાલ મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટુડો એક-બે દિવસમાં રાજીનામું આપી શકે છે. તેઓ લિબરલ પાર્ટીનું પ્રમુખપદ પણ છોડી શકે છે. એક અહેવાલ મુજબ ટ્રુડોએ બુધવારે કેનેડાના મંત્રીઓની બેઠક પહેલા આ જાહેરાત કરવાની છે, તેથી તેઓ આજે જ રાજીનામું આપી શકે છે.

જસ્ટિન ટ્રુડો સામે અનેક વિરોધ મીડિયાના અહેવાલો અનુસાર જસ્ટિન ટ્રુડો સતત વિરોધનો સામનો કરી રહ્યા છે. ટ્રુડોની પોતાની પાર્ટીમાં પણ તેમના રાજીનામાની માંગ ઉઠી રહી છે. આવી સ્થિતિમાં ખુદ જસ્ટિન ટ્રુડોએ ચૂંટણી પહેલા રાજીનામું આપવાની જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કેનેડામાં સંઘીય ચૂંટણી આ વર્ષે ઓક્ટોબરની વચ્ચે કોઈપણ સમયે યોજાઈ શકે છે.

Also read: કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના વિમાનમાં ટેકનિકલ ખામી

અહેવાલમાં છે અન્ય ઉલ્લેખ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હજુ એ સ્પષ્ટ નથી કે ટ્રુડો તરત જ પોતાનું પદ છોડી દેશે અથવા નવા નેતાની પસંદગી થાય ત્યાં સુધી રાહ જોશે. વડા પ્રધાને નાણા પ્રધાન ડોમિનિક લેબ્લેન્ક સાથે ચર્ચા કરી હોવાનું કહેવાય છે કે શું તેઓ વચગાળાના નેતા અને વડા પ્રધાન પદની ભૂમિકા નિભાવવા તૈયાર છે.

ભારત-કેનેડાના સબંધોમાં ખટાશ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેની ભારત વિરોધી ગતિવિધિઓથી બંને દેશના સબંધો નીચલા સ્તરે પહોંચી ગયા છે. ખાલિસ્તાની સમર્થકની હત્યામાં ભારતની સામે કરેલા નિવેદનોને લઈને બંને દેશો વચ્ચેના સબંધોની સ્થિતી વણસી છે. જો કે બીજી તરફ કેનેડાએ માત્ર આરોપ જ કર્યા છે, આજ કોઇ પુરાવા નહિ આપી શક્યાંનું ભારત સરકારે કહ્યું છે.

Back to top button