Top Newsઇન્ટરનેશનલ

કેનેડાના ટોરેન્ટોમાં ભારતીય મહિલાની હત્યા, પોલીસે હત્યારાને ઝડપવા તપાસ શરુ કરી…

ટોરેન્ટો : કેનેડાના ટોરેન્ટોમાં ભારતીય મહિલા હિમાંશી ખુરાનાની હત્યા કરવામાં આવી છે. જેની બાદ પોલીસે તેના હત્યારાની તપાસ શરુ કરી છે. આ દરમિયાન ભારતીય દુતાવાસે આ અંગે દુ:ખ વ્યકત કર્યું છે. તેમજ તેના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસ છેલ્લા કેટલાક દિવસોથી આ કેસ પર નજર રાખી રહ્યું છે. દૂતાવાસે જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે. પરંતુ સ્થાનિક અધિકારીઓ સાથે મળીને પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

ભારતીય મૂળની મહિલા મૃત હાલતમાં મળી આવી

ટોરોન્ટો પોલીસ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી વચ્ચે દૂતાવાસનું આ નિવેદન આવ્યું છે કે શહેરમાં 30 વર્ષીય ભારતીય મૂળની મહિલા મૃત હાલતમાં મળી આવી છે. તેમજ હત્યારાને ઝડપવા કેનેડામાં ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુમ થયેલ વ્યક્તિની ફરિયાદ નોંધવામાં આવી

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે તે આ કેસમાં ટોરોન્ટોના રહેવાસી અબ્દુલ ગફૂરીની શોધ કરી રહ્યા છે. મીડિયા અહેવાલ મુજબ આ ઘટના ઘરેલુ હિંસા સાથે સંબંધિત હોય તેવું લાગે છે. ટોરોન્ટો પોલીસે જણાવ્યું હતું કે 19 ડિસેમ્બરના રોજ સ્ટ્રેચન એવન્યુ અને વેલિંગ્ટન સ્ટ્રીટ વેસ્ટ વિસ્તારમાં વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ મળી હતી.

ગુમ થયેલી મહિલા મૃત હાલતમાં મળી આવી

પોલીસે જણાવ્યું હતું કે, 20 ડિસેમ્બર 2025ના રોજ ગુમ થયેલી મહિલા એક ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પીડિત અને શંકાસ્પદ એકબીજાને જાણતા હતા. તેમજ શંકાસ્પદ અબ્દુલ ગફૂરીની ધરપકડ માટે વોરંટ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…કેનેડામાં 5 ગુજરાતીઓની કેમ થઈ ધરપકડ? જાણો શું છે મામલો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button