કેનેડામાં સિટીઝન કાયદા મુદ્દે મોટો નિર્ણય, ભારતીય મૂળના નાગરિકોને પણ થશે અસર

ઓટોવો : કેનેડામાં વંશ આધારિત સિટીઝન કાયદાને આધુનિક બનાવવા માટે મોટો બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં સંસદના રજુ કરાયેલા બિલને શાહી મંજુરી મળી છે. જેના લીધે આ બિલ હવે લાગુ થવા એક તબક્કો આગળ પહોંચ્યું છે. આ બિલ લાગુ થતા ભારતીય મૂળના અનેક નાગરિકો પર તેની અસર થશે.
નાગરિકતાના મૂલ્યને જાળવી રાખવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું
આ અંગે કેનેડા સરકારે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે નાગરિકતા અધિનિયમ (2025) માં સુધારો કરતા બિલ C-3 ને શાહી મંજૂરી મળી ગઈ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે નાગરિકતા અધિનિયમને વધુ સમાવિષ્ટ બનાવવા અને કેનેડિયન નાગરિકતાના મૂલ્યને જાળવી રાખવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
આપણ વાચો: ટ્રમ્પ હવે H 1B વિઝાધારકોને આપશે ઝટકો, નવી પોલિસીથી ભારતીયને પડશે ફટકો
કેનેડિયન નાગરિકત્વ આપવામાં આવશે
આ પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે એકવાર નવો કાયદો અમલમાં આવશે. ત્યારે તેની પૂર્વે જન્મેલા અને જે લોકો પ્રથમ પેઢીની મર્યાદા અથવા અગાઉના કાયદાઓની જૂની જોગવાઈઓને કારણે નાગરિક બની શક્યા ન હતા તેમને કેનેડિયન નાગરિકત્વ આપવામાં આવશે.
પ્રથમ પેઢીની મર્યાદા 2009 માં લાગુ કરવામાં આવી
આ બિલમા વંશ દ્વારા કેનેડિયન નાગરિકત્વ પર પ્રથમ પેઢીની મર્યાદા 2009 માં લાગુ કરવામાં આવી હતી. આનો અર્થ એ છે કે કેનેડાની બહાર જન્મેલા અથવા દત્તક લીધેલા બાળકને વંશ દ્વારા કેનેડિયન નાગરિક ગણવામાં આવશે નહીં જો તેમના કેનેડિયન માતાપિતા પણ કેનેડાની બહાર જન્મેલા અથવા દત્તક લીધેલા હોય. નિષ્ણાતો માને છે કે આ મર્યાદાએ ભારતીય મૂળના ઘણા કેનેડિયનો માટે સમસ્યાઓ ઊભી કરી છે જેમના બાળકો દેશની બહાર જન્મેલા છે.
આપણ વાચો: છેલ્લાં પાંચ વર્ષમાં આટલા ભારતીયોએ છોડી ભારતીય નાગરિક્તા? શું છે કારણ?
કેનેડિયન માતાપિતાને બાળકને નાગરિકત્વ આપવાની મંજૂરી આપશે
આ નવો કાયદો વિદેશમાં જન્મેલા અથવા દત્તક લીધેલા કેનેડિયન માતાપિતાને તેમનો કેનેડા સંબંધ હોય તો લાગુ થયાની તારીખે અથવા પછી કેનેડાની બહાર જન્મેલા અથવા દત્તક લીધેલા તેમના બાળકને નાગરિકત્વ આપવાની મંજૂરી આપશે.



