ઇન્ટરનેશનલ

વિરોધ વચ્ચે પણ બ્રિટનના સાંસદોએ ધૂમ્રપાન વિરોધી બિલને આપ્યું સમર્થન

લંડનઃ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકના મહત્વાકાંક્ષી ધૂમ્રપાન વિરોધી બિલને સંસદમાં પ્રારંભિક સફળતા મળી છે. મંગળવારે (16 એપ્રિલ) હાઉસ ઓફ કોમન્સમાં બિલની તરફેણમાં 383 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 67 વોટ પડ્યા હતા.

આ બિલનો ઉદ્દેશ્ય યુવાઓને હંમેશા માટે ધૂમ્રપાન કરતા અટકાવવાનો છે. આ બિલના વિરોધમા સંસદમાં વડા પ્રધાન ઋષિ સુનકને તેમની પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

ગત વર્ષે સુનક દ્વારા જાહેર કરવામાં આવેલ આ બિલની જોગવાઇઓની વાત કરીએ તો 2024 થી 15 વર્ષ કે તેથી ઓછી ઉંમરના કોઈ પણને સિગારેટ ખરીદવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ કાયદો 1 જાન્યુઆરી, 2009 પછી જન્મેલા કોઈ પણ વ્યક્તિને તમાકુ ઉત્પાદનોનું વેચાણ ગેરકાયદે બનાવશે.


આ પણ વાંચો:
Mobile Ban in UK school: બ્રિટને શાળાઓમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂક્યો, ઋષિ સુનકે શેર કર્યો વિડીયો

આનો ઉદ્દેશ્ય બાળકો માટે વેપ્સને ઓછો આકર્ષક બનાવવાનો છે. જો કે, હાલમાં જે લોકો કાયદેસર રીતે સિગારેટ ખરીદી શકે છે તેઓ કાયદો અમલમાં આવ્યા પછી પણ તે કરી શકશે.

એકવાર આ કાયદો અમલમાં આવ્યા પછી ઇંગ્લેન્ડમાં લોકો સિગારેટ ખરીદી શકે તે વેચાણની કાનૂની વય દર વર્ષે એક વર્ષ સુધી વધારવામાં આવશે જ્યાં સુધી તે આખરે સમગ્ર વસ્તી માટે ગેરકાયદે ના બની જાય.

આ બિલમાં યુવાનોના વેપિંગને રોકવા માટેના પગલાંનો પણ સમાવેશ થાય છે, જેમ કે સસ્તા ડિસ્પોઝેબલ વેપના વેચાણ પર પ્રતિબંધ અને બાળકોને નિકોટિનના વ્યસની થવાથી રોકવા માટે તેના પર પ્રતિબંધ મુકવાની પણ વાત કરાઇ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button