UK Issues Advisory on Bangladesh

બ્રિટને પણ સ્વીકાર્યું Bangladesh માં હાલાત ખરાબ, નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી…

લંડનઃ બાંગ્લાદેશમાં(Bangladesh)હિંદુઓ પર સતત થઈ રહેલા હુમલા હજુ અટક્યા નથી. જેના પગલે હવે અન્ય દેશોના નાગરિકો માટે પણ બાંગ્લાદેશ અસુરક્ષિત બની રહ્યું છે. તેવા સમયે હવે બ્રિટને પણ સ્વીકાર્યું છે કે બાંગ્લાદેશમાં સ્થિતી વધુ વણસી રહી છે. જેમાં બ્રિટિશ સરકારે બાંગ્લાદેશમાં તેના નાગરિકોને લગતી નવી એડવાઈઝરી જાહેર કરી છે. તેમજ બ્રિટિશ નાગરિકોને ત્યાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે.

આ પણ વાંચો : Bangladesh એ ત્રિપુરામાં કોન્સ્યુલર સેવા બંધ કરવાની જાહેરાત કરી…

ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)એ મંગળવારે સાંજે બાંગ્લાદેશ માટે જાહેર કરેલી એડવાઈઝરીના સુરક્ષા વિભાગની સમીક્ષા કરી હતી. અપડેટ કરેલ એડવાઈઝરી મુજબ આવશ્યક મુસાફરી સિવાય કોઈપણ મુસાફરી ન કરવા જણાવ્યું છે.

આતંકવાદીઓ બાંગ્લાદેશમાં હુમલાનો પ્રયાસ કરી શકે છે. FCDO મુસાફરી સલાહકારે જણાવ્યું હતું. એડવાઈઝરી મુજબ, ઘણા સ્થળોએ આતંકવાદી હુમલાની સંભાવના છે. જેમાં વિદેશી નાગરિકો જ્યાં મુલાકાત લે છે તે સ્થાનો પણ સામેલ હોઈ શકે છે, જેમ કે ભીડવાળા વિસ્તારો, ધાર્મિક સ્થળો, રાજકીય રેલીઓ વગેરે. કેટલાક જૂથોએ એવા લોકોને લક્ષ્યાંક બનાવ્યા છે જેઓ માને છે કે તેમના વિચારો અને જીવનશૈલી ઇસ્લામની વિરુદ્ધ છે.

બ્રિટને હિંદુઓ પર ઘાતક હુમલાને સ્વીકાર્યા

આ હુમલાઓએ ધાર્મિક લઘુમતી સમુદાયો અને પોલીસ અને સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. જેમાં મોટા શહેરોમાં IED હુમલાનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશી સત્તાવાળાઓ આયોજિત હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે અથાક મહેનત કરી રહ્યા છે. દેશદ્રોહના કેસમાં ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં તણાવ ફેલાયો છે.

આ પણ વાંચો : Bangladesh માં હિંદુઓ પર સતત હુમલાઓ મુદ્દે RSS એ આપી આ આકરી પ્રતિક્રિયા…

અમે ભારત સરકારની ચિંતાથી વાકેફ

આ પૂર્વે બ્રિટનના ઈન્ડો-પેસિફિક અફેર્સ મિનિસ્ટર કેથરિન વેસ્ટે સોમવારે ‘હાઉસ ઓફ કોમન્સ’માં કહ્યું હતું કે, દેશદ્રોહના આરોપમાં ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ અમે ભારત સરકારની ચિંતાથી વાકેફ છીએ બ્રિટનની ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ(FCDO)આ ઘટનાક્રમ પર નજર રાખી રહી છે.

Back to top button