Video: દક્ષિણ કોરિયામાં નિર્માણાધીન પુલ પત્તાના મહેલની માફક તૂટી પડ્યો, જુઓ વિડીયો

સિઓલ: છેલ્લા કેટલાક મહિનામાં બિહાર ઉપરાંત ભારતના કેટલાક રાજ્યોમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થવાના ઘણા કિસ્સા બન્યા હતાં, જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતાં. જેના કારણે સરકાર અને કન્સ્ટ્રકશન કંપનીઓ સામે સવાલો ઉભા થયા છે. એવામાં, આજે મંગળવારે દક્ષિણ કોરિયામાં પણ એક પુલ ધરાશાયી થવાની ભયંકર દુર્ઘટના (Bridge Collapse in South Korea) બની હતી. એક એક્સપ્રેસવેનો નિર્માણાધીન બ્રીજ તૂટી પડ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે અને પાંચ ઘાયલ થયા છે.
અહેવાલ મુજબ આ ઘટના દક્ષિણ કોરિયાની રાજધાનીથી લગભગ 65 કિલોમીટર (40 માઇલ) દક્ષિણમાં આવેલા અનસેઓંગમાં સવારે 9:50 વાગ્યે બની હતી. દક્ષિણ કોરિયાના એક સ્થાનિક મીડિયા આઉટલેટે પુલનો એક ભાગ તૂટી પાડવાના ફૂટેજ શેર કર્યા હતા. નેશનલ ફાયર એજન્સીના એક નિવેદન અનુસાર, બે લોકોના મોત થયા હતા, ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એકને સામાન્ય ઈજા થઈ હતી.
also read:
અહેવાલ મુજબ અધિકારીઓ હજુ પણ કાટમાળ નીચે દટાયેલા ત્રણ લોકોની શોધ કરી રહ્યા છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ચોઈ સાંગ-મોકે બચાવ કામગીરી માટે ઉપલબ્ધ તમામ સંસાધનો અને કર્મચારીઓને એકત્રિત કરવા માટે નિર્દેશો આપ્યા છે.