ઇન્ટરનેશનલ

બ્રિકસમાં સામેલ થવાની પાકિસ્તાનની આશા પર ફરી વળ્યું પાણી

બ્રિકસ સમિટ પૂરી થઇ ગઇ છે અને સાથે જ પાકિસ્તાનના આશા પર પણ પાણી ફરી વળ્યું છે. ચીન અને રશિયાના સમર્થન હોવા છતાં પાકિસ્તાનને બ્રિક્સમાં પ્રવેશ મળ્યો નથી. બ્રિક્સના નવા સભ્ય દેશમાં તુર્કીનો સમાવેશ કરવામાં આવ્યો છે, પણ પાકિસ્તાનને હાથ નિષ્ફળતા જ આવી છે. પાકિસ્તાને ગયા વર્ષે બ્રિક્સના સભ્ય બનવા માટે અરજી કરી હતી. ચીન અને રશિયાએ પાકિસ્તાનને સભ્ય બનાવવા માટે સહમતિ દર્શાવી હતી. ચીને પાકિસ્તાનને બ્રિક્સમાં પ્રવેશ અપાવવાનું આશ્વાસન પણ આપ્યું હતું. રશિયાએ પણ પાકિસ્તાનની સદસ્યતાને સમર્થન આપ્યું હતું.

બ્રિક્સ સમિટમાં પીએમ મોદીએ બુધવારે જણાવ્યું હતું કે ભારત બ્રિક્સમાં વધુને વધુ ભાગીદાર દેશોનું સ્વાગત કરવા માટે તૈયાર છે, પણ આ અંગેના નિર્ણયો સર્વસંમતિથી લેવા જોઇએ. બ્રિક્સના સ્થાપક સભ્યોના વિચારોનું સન્માન કરવું જોઇએ.
બ્રિક્સ નવા સભ્ય દેશોને સર્વસંમતિથી સ્વીકારે છે, તેથી એ નક્કી જ હતું કે પાકિસ્તાનના સભ્યપદનો ભારત દ્વારા વિરોધ બ્રિક્સમાં જોડાવાની તેની ઇચ્છા પર પાણી ફેરવી શકે છે, પછી ભલે બીજા સભ્ય દેશો તેનું સમર્થન કરતા હોય. ભારત પાકિસ્તાનને બ્રિક્સમાં સામેલ કરવા માટે સહમત નથી.

આ પણ વાંચો :બ્રિક્સમાં પીએમ મોદીએ રોકડું પરખાવ્યું, આતંકવાદ મુદ્દે બેવડું વલણ નહીં ચાલે

બ્રિક્સના સ્થાપક દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને ત્યાર બાદ દ.આફ્રિકાનો સમાવેશ થાય છે. આ બધા દેશના નામનો પહેલો અક્ષર લઇ સંગઠનને BRICS નામ આપવામાં આવ્યું છે. ગયા વર્ષે તેના સભ્ય દેશમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન અને યુએઇને સ્થાન આપવામાં આવ્યું હતું. બ્રિક્સ વિશ્વની લગભગ અડધી વસતીનું પ્રતિનિધિત્વ કરે છે. કેટલાક અહેવાલો મુજબ બ્રિક્સ દેશો વિશ્વના જીડીપીમાં લગભગ 30 ટકા હિસ્સો ધરાવે છે.

બ્રિક્સ સમિટમાં પીએમ મોદીએ BRICSના સભ્ય દેશોને આતંકવાદ અને આતંકવાદને પ્રોત્સાહન/પોષણ આપતી શક્તિઓ સામે અવાજ ઉઠાવવા પણ જણાવ્યું હતું અને કહ્યું હતું કે આ મુદ્દે બેવડા માપદંડ ના હોઇ શકે.

પાકિસ્તાન બ્રિક્સમાં સામેલ થઇને દુનિયાભરના પ્રભાવશાળી દેશો સાથે સંબંધ વધારી આર્થિક અને રાજદ્વારી રીતે ફાયદો લેવા માગે છે, પણ ભારત માટે પાકિસ્તાનની બ્રિક્સમાં એન્ટ્રી ફાયદાકારક નથી. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો છેલ્લા ઘણા સમયથી સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યા છે. આતંકવાદ મુદ્દે ભારત પાકિસ્તાન સાથે કોઇ સંબંધ નથી ઇચ્છતું અને ભારતે બ્રિક્સ સમિટમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે.

ગયા વર્ષે જૂન મહિનામાં પાકિસ્તાનના વિદેશ વિભાગે કહ્યું હતું કે બ્રિક્સમાં તેની સદસ્યતાને એક સભ્ય દેશ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. જોકે, તેણે ભારતનું નામ નહોતું લીધું. આ વખતે તો પાકિસ્તાનને ખાતરી જ હતી કે રશિયા અને ચીનના સમર્થનથી તેને બ્રિક્સમાં પ્રવેશવાની તક મળી જશે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે ભારત પાકિસ્તાનના બ્રિક્સ સભ્યપદને સમર્થન આપી શકે છે.

રશિયાના નાયબ વડા પ્રધાન જ્યારે સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણેજણાવ્યું હતું કે રશિયા બ્રિક્સ સભ્યપદ માટે પાકિસ્તાનની અરજીનું સ્વાગત કરે છે. એ સમયે ઘણા રાજકીય વિષ્લેષકોએ બ્રિક્સમાં પાકિસ્તાનની સદસ્યતા માટે રશિયાના સમર્થનને ભારત-અમેરિકાની નિકટતાના પ્રતિભાવરૂપે જોયું હતું. જોકે, હાલમાં તો પાકિસ્તાનનું બ્રિક્સમાં જોડાવાનું સપનું ચકનાચૂર થઇ ગયું છે.

Back to top button
પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker