લિબિયાના દરિયાકાંઠે નાવ પલટી જતાં 65 લોકો ડૂબ્યાં; મોટાભાગના પાકિસ્તાની નાગરિકો…
![boat carrying pakistanis capsizes off libya coast](/wp-content/uploads/2025/02/Boat-carrying-Pakistanis-capsized-near-Libya.webp)
ત્રિપોલી: લિબિયાના સમુદ્રતટ પર 65 મુસાફરોને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી. બોટમાં સવાર મોટાભાગના મુસાફરો પાકિસ્તાની હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે (MoFA) દુર્ઘટનાની માહિતી આપી છે. વિદેશ કાર્યાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે “ત્રિપોલીમાં અમારા દૂતાવાસે જાણ કરી છે કે લિબિયાના ઝાવિયા શહેરની ઉત્તરપશ્ચિમમાં માર્સા ડેલા બંદર નજીક લગભગ 65 મુસાફરોને લઈ જતી એક નાવ પલટી ગઈ છે”.
Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આપી માહિતી
મોટાભાગના નાગરિકો પાકિસ્તાની હોવાના અહેવાલ બાદ ત્રિપોલીમાં પાકિસ્તાન દૂતાવાસે તાત્કાલિક એક ટીમને ઝાવિયા હોસ્પિટલમાં મોકલી હતી જેથી સ્થાનિક અધિકારીઓને મૃતકોની ઓળખ કરવામાં મદદ મળી શકે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “દૂતાવાસ પાકિસ્તાની પીડિતો વિશે વિગતવાર માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.”
મુસાફરોની ઓળખ કરવા અધિકારીઓ ખડેપગે
હાલ આ દુર્ઘટનામાં સૌથી વધુ નાગરિકો પાકિસ્તાનના હોવાના અહેવાલો મળી રહ્યા છે. જો કે વિદેશ કાર્યાલયે 65 મુસાફરોમાંથી કેટલા પાકિસ્તાની નાગરિકો હતા તેની કુલ સંખ્યાની પુષ્ટિ કરી નથી. વિદેશ કાર્યાલયે કહ્યું કે તે મુસાફરોની ઓળખ નક્કી કરવા માટે લિબિયાના અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, “પરિસ્થિતિ પર નજર રાખવા માટે વિદેશ મંત્રાલય (Mofa)ના કટોકટી વ્યવસ્થાપન એકમને સક્રિય કરી દેવામાં આવ્યું છે.
Also read : H1-B માટે પ્રારંભિક નોંધણી સાતમી માર્ચથી શરૂ થશે
ગયા મહિને પણ સર્જાય હતી દુર્ઘટના
આ વર્ષે જાન્યુઆરીમાં, મોરોક્કો નજીક એક નાવ પલટી ગઈ હતી. જેમાં 86 મુસાફરો સવાર હતા, તે પૈકી 66 પાકિસ્તાની નાગરિકો હતા. જો કે સ્થાનિક પ્રશાસન દ્વારા માત્ર 36 લોકોનો બચાવ થઈ શક્યો હતો. તે દુર્ઘટનામાં 50 મુસાફરોના મોત થયા હતા. પાકિસ્તાન સરકારે તાજેતરમાં જ પોતાના નાગરિકોને ગેરકાયદેસર રીતે અન્ય દેશોમાં મુસાફરી ન કરતા સૂચના આપી છે.