ઇન્ટરનેશનલસ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયન ઓપનઃ બ્લિન્કોવાએ વિક્રમજનક ટાઇબ્રેકરમાં ગયા વર્ષની રનર-અપ રબાકિનાને હરાવી

મેલબર્ન: ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં ગુરુવારે નવો ઇતિહાસ રચાયો હતો. મહિલાઓની ગ્રૅન્ડ સ્લૅમ ઇવેન્ટમાં સૌથી લાંબા ટાઇબ્રેકરમાં રશિયાની ઍના બ્લિન્કોવાએ 2023ની આ સ્પર્ધાની ફાઇનલિસ્ટ એલેના રબાકિનાને 6-4, 4-6, 7-6 (22-20)થી હરાવી દીધી હતી. છેલ્લો ટાઇબ્રેક 42 પૉઇન્ટનો હતો જે 30 મિનિટ સુધી ચાલ્યો હતો.

બ્લિન્કોવા આ ઐતિહાસિક અને વિક્રમી ટાઇબ્રેકમાં જીત્યા પછી ઘૂંટણિયે બેસી ગઈ હતી અને તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. તે છેક 10મા મૅચ-પૉઇન્ટ પર જીતી હતી. તેણે જીતતાં પહેલાં છ મૅચ-પૉઇન્ટમાં પોતાનો પરાજય બચાવ્યો હતો.

પચીસ વર્ષની બ્લિન્કોવાએ રશિયામાં જન્મેલી, પરંતુ કઝાખસ્તાનથી રમતી રબાકિના સામે જીત્યાં પછી કહ્યું, ‘હું ક્રાઉડની આભારી છું. તેમણે મને ખૂબ પ્રોત્સાહિત કરી હતી. હું આ દિવસ ક્યારેય નહીં ભૂલું. મારી ટેનિસ-લાઇફનો આ સર્વશ્રેષ્ઠ દિવસ છે.’

બીજી તરફ, વર્લ્ડ નંબર-વન ઇગા સ્વૉન્ટેક 2022ની રનર-અપ ડેનિયેલ કૉલિન્સને 6-4, 3-6, 6-4થી હરાવી દીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button