કરાચી એરપોર્ટની બહાર વિસ્ફોટ ભયંકર વિસ્ફોટ, બે ચીની શ્રમિકોના મોત
કરાચી એરપોર્ટની બહાર વિસ્ફોટ ભયંકર વિસ્ફોટ, બે ચીની શ્રમિકોના મોતઇસ્લામાબાદ: આતંકવાદને પ્રોત્સાહન આપવાના આરોપ સામે ચીન હંમેશા પાકિસ્તાનને છાવરતું રહ્યું છે, હવે એ જ આતંકવાદીઓ પાકિસ્તાનમાં રહેલા ચીનના લોકો માટે ખતરો બની ગયા છે. પાકિસ્તાન આજે સોમવારે વહેલી સવારે પાકિસ્તાનના કરાચી એરપોર્ટની બહાર એક જોરદાર વિસ્ફોટ થયો હતો, અહેવાલ મુજબ આ વિસ્ફોટમાં બે ચીની શ્રમિકોના મોત થયા હતા અને પાકિસ્તાની નાગરિકો સહિત આઠ લોકો ઘાયલ થયા હતા.સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં ઘટનાસ્થળેથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળી રહ્યા છે. સ્થળને તાત્કાલિક કોર્ડન કરી લેવામાં આવ્યું હતું અને સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. પ્રાંતીય ગૃહ પ્રધાન ઝિયા ઉલ હસને જણાવ્યું હતું કે વિસ્ફોટ વિદેશીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.આતંકવાદી જૂથ બલોચ લિબરેશન આર્મી (BLA) એ પત્રકારોને ઈમેલ કરેલા નિવેદનમાં હુમલાની જવાબદારી સ્વીકારી છે. જૂથે જણાવ્યું હતું કે વિસ્ફોટ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં એન્જિનિયરો સહિત ચીની નાગરિકોને નિશાન બનાવવા IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.પાકિસ્તાનમાં ચીની દૂતાવાસે વિસ્ફોટને “આતંકવાદી હુમલો” ગણાવ્યો હતો અને કહ્યું હતું કે પોર્ટ કાસિમ ઇલેક્ટ્રિક પાવર કંપનીના કાફલા પર એરપોર્ટ નજીક હુમલો કરવામાં આવ્યો હતો. દૂતાવાસે કહ્યું કે તે પાકિસ્તાનમાં અધિકારીઓ સાથે સંપર્કમાં છે.એમ્બેસી તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે પાકિસ્તાનમાં ચીની દૂતાવાસ અને કોન્સ્યુલેટ જનરલ આ આતંકવાદી હુમલાની સખત નિંદા કરે છે, બંને દેશોના નિર્દોષ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે તથા ઘાયલો અને પરિવારો પ્રત્યે નિષ્ઠાપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે.હજારો ચાઇનીઝ ઇજનેરો અને અન્ય બાંધકામ કામદારોને પાકિસ્તાનમાં સ્થિત ચીની કંપનીઓમાં કામ કરે છે. આ કંપનીઓ ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) ના ભાગ રૂપે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ બનાવી રહી છે.
Also Read –