ઇન્ટરનેશનલ

યુરોપમાં બ્લેકઆઉટઃ ફ્રાન્સ, સ્પેન સહિત અનેક દેશોમાં પ્લેનથી લઈને મેટ્રોની સર્વિસ ઠપ

પેરિસ/મેડ્રિડઃ યુરોપના ઘણા બધા દેશોમાં અચાનક વીજ વ્યવહાર ખોરવાતા પ્લેનથી લઈને ટ્રેનસેવા ખોરવાઈ હતી. યુરોપના વિકસિત રાષ્ટ્રો પૈકીના સ્પેન, પોર્ટુગલ અને દક્ષિણ ફ્રાન્સના મોટા ભાગના દેશોમાં આજે અચાનક વીજ વ્યવહાર ખોરવાતા અંધારપટ છવાયો હતો. વીજળી ઠપ થતા હવાઈ સેવાઓથી લઈને મેટ્રો સુધીની કામગીરીને અસર કરી હતી. એટલું જ નહીં, પણ વીજ પુરવઠો ખોરવાતા લાખો લોકોને અસર થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વીજ પુરવઠો શા માટે ખોરવાયો તેનું કારણે તાત્કાલિક જાણી શકાયું નથી પરંતુ લાખો લોકોને તેની અસર થઈ રહી છે. આ સમસ્યાના નિકાલ માટે પ્રશાસન દ્વારા અનેક પ્રોટોકોલ લાગુ પાડવામાં આવ્યા હતા.

વીજ પુરવઠો શા માટે ખોરવાયો તેનું કારણ સ્પષ્ટ નહીં

સ્પેનના રાજ્ય સંચાલિત વીજળી નેટવર્ક ઓપરેટર રેડ ઇલેક્ટ્રિકાએ X પર પોસ્ટ કરતા કહ્યું કે, અમે દેશના ઉત્તર અને દક્ષિણમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં સફળ થયા છીએ. જ્યારે પોર્ટુગલના REN ઓપરેટરે જણાવ્યું હતું કે, સમગ્ર ઇબેરિયન દ્વીપકલ્પ અસરગ્રસ્ત છે. ફ્રાન્સના કેટલાક ભાગોમાં પણ તેની અસર જોવા મળી હતી.

આ પણ વાંચો: પુતિન સાથે ડીલ ટ્રમ્પે યુક્રેન- યુરોપને લાચાર બનાવી દીધા

અંધારપટના કારણે અનેક સેવાઓ ઠપ થઈ ગઈ

ખાસ કરીને વાત કરવામાં આવે તો, અંધારપટના કારણે ટ્રાફિક લાઇટો કામ કરતી બંધ થઈ ગઈ અને મેટ્રો સેવાઓ અટકી ગઈ અને રસ્તાઓ પર અરાજકતા સર્જાઈ હતી. હોસ્પિટલોમાં આવશ્યક સેવાઓ બેકઅપ જનરેટરની મદદથી ચલાવવામાં આવી રહી છે, પરંતુ અધિકારીઓએ હોસ્પિટલના કર્મચારીઓને કમ્પ્યુટર બંધ કરવા અને વીજળી બચાવવા માટે અન્ય પગલાં લેવાની સૂચના આપી હતી. દરમિયાન બ્લેકઆઉટ્સને કારણે ટ્રાફિકની લાઈટ્સ પણ બંધ થઈ હતી, જ્યારે મેટ્રોની સર્વિસ ખોટકાતા લાખો પ્રવાસીઓના જીવ તાળવે ચો્ટયા હતા.

ઇમરજન્સી સેવા પર બિનજરૂરી કૉલ્સ ન કરવા અપીલ

ખાસ કરીને વાત કરવામાં આવે તો, સ્પેનિશ વહીવટીતંત્ર દ્વારા અત્યારે ઇમરજન્સી સેવાઓ પર બિનજરૂરી કૉલ્સ ન કરવા અપીલ કરવામાં આવી છે. કારણ કે ટેલિફોન કેન્દ્રો પહેલાથી જ કૉલ્સથી ભરાઈ ગયા છે. યુરોપિયન કમિશને વર્ષોથી દેશો વચ્ચે બહેતર ઊર્જા પ્રણાલી એકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, પરંતુ પ્રગતિ ધીમી રહી છે. વર્તમાન કટોકટીએ ફરી એકવાર યુરોપને આ દિશામાં ગંભીરતાથી વિચારવાની ફરજ પાડી છે. આખરે કેવી રીતે યુરોપમાં અંધારપટ છવાયો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન સ્પેનિશ અધિકારીઓએ આ બ્લેકઆઉટ માટે સાઈબર એટેકનો ઈનકાર કરી શકાય નહીં એમ પણ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button