Birmingham nightclub firing: ટ્રમ્પની હત્યાના પ્રયાસ બાદ બર્મિંગહામની નાઈટક્લબમાં ગોળીબારમાં ચારનાં મોત

ન્યૂ યોર્કઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગના બનાવ પછી સમગ્ર અમેરિકા હચમચી ગયું છે. પૂર્વ રાષ્ટ્રપતિની હત્યાની કોશિશ કરવામાં આવ્યા પછી બર્મિંઘમ નાઈટ ક્લબમાં અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ બનાવથી અમેરિકન સિક્યોરિટી એજન્સી સતર્ક બની ગઈ છે.
આ પણ વાંચો: Firing on Trump: ટ્રમ્પને ગોળી નહીં પણ કાચના ટુકડા વાગ્યા! હુમલો બનાવટી હોવાન દાવા
શનિવારે મોડી રાતના નાઈટ ક્લબમાં અજાણ્યા લોકોએ કરેલી ગોળીબારમાં ચાર લોકોનું મોત થયું છે, જ્યારે નવ જણ ઘાયલ થયા છે. આ અગાઉ શહેરના એક ઘરની બહારના ફાયરિંગમાં એક બાળક સહિત ત્રણ લોકોનાં મોત થયા હતા.
બર્મિઘમ પોલીસના જણાવ્યાનુસાર 27મી સ્ટ્રીટ નોર્થ સ્થિત એક નાઈટ ક્લબમાં રાતના અગિયાર વાગ્યાના સુમારે એક વ્યક્તિએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. નાઈટ ક્લબમાં બે મહિલા અને ફૂટપાથ પર એક વ્યક્તિનો મૃતદેહ મળ્યા હતા. મળતી માહિતી અનુસાર આ બનાવમાં ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે તેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: Donald Trump Rally Shooting: ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ, વડા પ્રધાન મોદીએ આપી પ્રતિક્રિયા
અહીં એ જણાવવાનું કે બર્મિંઘમમાં એક ઘરની બહાર ફાયરિંગનો બનાવ બન્યો હતો. આ બનાવમાં એક વ્હિકલ પર ગોળીઓ વરસાવવામાં આવી હતી, જેમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. મૃતકમાં મહિલા, પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે.