એપસ્ટીનની સેક્સ પાર્ટીઓમાં ભારતીયોના જવા અંગે થયો મોટો ખુલાસો, જાણો વિગત

વોશિંગ્ટન: અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે એપસ્ટીન સેક્સ નેટવર્ક સાથે જોડાયેલી ફાઈલ્સ જાહેર કરી હતી. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહીત દુનિયાની અનેક જાણીતી હસ્તીઓના એપસ્ટીન સાથે સંબંધો દર્શાવતા ફોટોગ્રાફ્સ અને ડોકયુમેન્ટ્સ જાહેર કરવામાં આવ્યા હતાં.
જોકે, આ અંગે પ્રકાશમાં આવેલી મહત્વની વિગતો મુજબ અત્યાર સુધી કોઈ ભારતીયના એપસ્ટીન આઇલેન્ડ જવા અથવા એપસ્ટીનને મળવાનો સંકેત મળ્યા નથી.
ભારતીયોના નામ પ્રકાશમાં આવે તેવી ચર્ચા હતી
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે શુક્રવારે રાત્રે જેફ્રી એપસ્ટીન સેક્સ સ્કેન્ડલ સંબંધિત ત્રણ લાખ દસ્તાવેજો જાહેર કર્યા હતા.જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, પોપ સિંગર માઈકલ જેક્સન, હોલીવુડ અભિનેતા ક્રિસ ટકર જેવા દિગ્ગજોની તસવીરો જોવા મળી હતી.
જોકે, આ ફાઇલ જાહેર થતાં પૂર્વે તેમાં અનેક ભારતીયોના નામ પ્રકાશમાં આવે તેવી ચર્ચા હતી. આ અંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે ભારતીયોના નામ આવવાની શક્યતા વ્યક્ત કરી હતી.
200 લોકોના મોબાઇલ ફોનનો ડેટા ટ્રેક કરવામાં આવ્યો
જ્યારે અમેરિકી મીડિયા અહેવાલ મુજબ ડેટા ટ્રેકિંગ કંપની નિયર ઇન્ટેલિજન્સ દ્વારા વર્ષ 2016 થી 2019 સુધીનો ડેટા એકત્રિત કર્યો છે. જેમાં એપસ્ટીનના લિટલ સેન્ટ જેમ્સ આઇલેન્ડ પર જનારા 200 લોકોના મોબાઇલ ફોનનો ડેટા ટ્રેક કરવામાં આવ્યો. આ ટ્રેકરનો ડેટા દર્શાવે છે કે ચાર વર્ષમાં એક પણ ભારતીય એપસ્ટીન આઇલેન્ડ નથી ગયો.
ભારત સહિત એશિયન દેશનો કોઈ પણ વ્યક્તિ એપસ્ટીન આઇલેન્ડ નથી ગયો
ભારતીય ડેટા પ્રોટેક્શન કાયદા નબળા છે . નિયર ઇન્ટેલિજન્સે દાવો કર્યો હતો કે તેની પાસે 44 દેશોના 16 કરોડ લોકોનો ડેટા છે. જેમાં બેંગલુરુ જેવા શહેરોના યુઝર્સનો ડેટા પણ સામેલ છે. નિયર ઇન્ટેલિજન્સ પોતાના સર્વરની મદદથી ભારતના કોઈપણ શહેરના યુઝર્સનો ડેટા મેળવી શકે છે. જોકે નિયર ઇન્ટેલિજન્સ ના ડેટા મુજબ ભારત સહિત એશિયન દેશનો કોઈ પણ વ્યક્તિ 2016 થી 2019ની વચ્ચે એપસ્ટીન આઇલેન્ડ નથી ગયો



