ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અમેરિકામાંથી આવ્યા મોટા ન્યૂઝ, નાઓમીની સુરક્ષામાં ખામી

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જો બાઈડેનની પૌત્રી નાઓમી બાઈડેનની સુરક્ષામાં સૌથી મોટી ખામીના સમાચાર જાણવા મળ્યા છે. ત્રણ અજાણ્યા લોકોએ નાઓમીની એસયુવીની બારી તોડવાની કોશિશ કરી હતી, ત્યારબાદ નાઓમીની સુરક્ષામાં તહેનાત સિક્રેટ સર્વિસ એજન્ટે ફાયરિંગ કર્યું હતું.

મળતા અહેવાલ પ્રમાણે સિક્રેટ સર્વિસના એજન્ટ્સ રાષ્ટ્રપતિ બાઈડેનની પૌત્રી નાઓમીની સુરક્ષા માટે તહેનાત રાખવામાં આવ્યા હતા. નાઓમી પોતાના સિક્યોરિટી ગાર્ડ સાથે જ્યોર્જ ટાઉનમાં હતી, ત્યારે તેની એસયુવી કાર એક જગ્યાએ પાર્ક કરી હતી, જ્યાં અમુક અજાણ્યા લોકોએ તેની એસયુવી કારની વિન્ડો તોડવાની કોશિશ કરી હતી, ત્યારબાદ તેના સુરક્ષા કર્મચારીઓએ ફાયરિંગ કર્યું હતું.

નાઓમી પોતાના પ્રેમી સાથે ગયા વર્ષે નવેમ્બરમાં લગ્ન કર્યા હતા. 29 વર્ષની નાઓમી રાષ્ટ્રપતિ બાઈડેનના દીકરા હંટર બાઈડેન અને કેથલીનની મોટી દીકરી છે. નાઓમી વ્યવસાયે વકીલ છે, જેમાં નાઓમીનું નામ જો બાઈડેનની દીકરીના નામ પરથી રાખ્યું હતું, જે એક કાર અકસ્માતમાં મોત થયું હતું. નાઓમીના સ્ડડીની વાત કરીએ તો યુનિવર્સિટી ઓફ પેંન્સિલવેનિયામાં ઈન્ટરનેશનલ રિલેશન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ કોલંબિયા લો સ્કૂલમાંથી કાયદોનો અભ્યાસ કર્યો છે. નાઓમીનો ઉછેર વોશિંગ્ટન ડીસીમાં થયો હતો, જ્યારે પોતાના જો બાઈડેનની લાડલી છે, જ્યારે પ્રેમથી તેને ‘પોપ્સ’ કહે છે.

એક અહેવાલ અનુસાર નાઓમીએ વર્ષ 2020માં એક ઈન્ટરન્યૂમાં કહ્યું હતું કે મારા દાદા ગમે ત્યાં અને કંઈ પણ કામકાજ કરતા હોય પણ હું જ્યારે કોલ કરું ત્યારે તાત્કાલિક રિસીવ કરે છે. એક વખત તો બાઈડેને સ્ટેજ પરની સ્પીચ વખતે નાઓમીનો ફોન ઉઠાવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button