માનો યા ના માનોઃ ભિખારીએ 20,000 લોકોને આપી દાવત ને ખર્ચ્યા કરોડો રુપિયા…
ગુજરાનવાલાઃ પાકિસ્તાનમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જે ઘણા કરોડપતિઓ અને અબજોપતિઓને એની ઈર્ષા આવી શકે છે. પાકિસ્તાનના ગુજરાનવાલામાં એક ભિખારી પરિવારે તેમની દાદીની યાદમાં આશરે ૨૦,૦૦૦ લોકોને દાવત આપી હતી, જેમાં લગભગ ૧.૨૫ કરોડ રુપિયા (PKR-Pakistani Rupees)નો ખર્ચો કરી નાખ્યો હતો. ગુજરાનવાલામાં આયોજિત કાર્યક્રમનો સોશિયલ મીડિયા પર પણ વીડિયો વાઈરલ થયો હતો.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં પ્રદૂષણને નાથવા બે શહેરોમાં લાદવામાં આવ્યું Lockdown, લગ્નો પર પ્રતિબંધ
અહીંની દાવતમાં સમગ્ર પંજાબમાંથી હજારો લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. બપોરના ભોજનમાં પરંપરાગત ભોજનમાં સિરી પાઈ, મુરબ્બા સહિત માંસની અનેક વાનગી પીરસવામાં આવી હતી, જ્યારે નાઈટના ડિનરમાં મટન, નાન માતર ગંજ (મીઠા ભાત) સહિત અનેક મીઠાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આમંત્રિત મહેમાનોના વાહનોના પાર્કિંગ માટે મોટો પ્લોટ ફાળવવામાં આવ્યો હતો, જ્યાં 2,000થી વધુ વાહન પાર્ક કરવામાં આવ્યા હતા. ગુજરાનવાલા સ્થિત રહવાલી રેલવે સ્ટેશન ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થયો હતો. અહીંની ઇવેન્ટમાં હાજર લોકોએ તેની જોરદાર પ્રશંસા કરી હતી, જ્યારે કેટલાકે તેના ભંડોળ પર પ્રશ્ન કર્યો. એક નિરાધાર પરિવારની આટલી ભવ્ય મિજબાનીની ઘણા લોકોએ મજાક ઉડાવી હતી.
આ પણ વાંચો: ભારત સિવાય આ પાંચ દેશોમાં પણ છે રૂપિયાની બોલબાલા, આમાંથી તમને કેટલા ખબર છે?
ઘણા લોકોને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે જે પરિવાર પોતાને ભિખારી તરીકે ઓળખાવે છે તેને આવો ભવ્ય પ્રસંગ કેવી રીતે પરવડી શકે. જ્યારે કેટલાકે તેની દિલદારીની પણ પ્રશંસા કરી હતી, જ્યારે અમુક યૂઝરે તે પરિવારની નાણાકીય પરિસ્થિતિમાં વિસંગતતા હોવાનો નિર્દેશ કર્યો હતો.