ઇન્ટરનેશનલસ્પોર્ટસ

2023માં વર્લ્ડ કપે ભારતને કેટલા કરોડ રૂપિયાનો આર્થિક લાભ કરાવી આપ્યો, જાણો છો?

દુબઈ: બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) ક્રિકેટ જગતનું સૌથી શ્રીમંત ક્રિકેટ બોર્ડ છે અને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ને પોતાની ઇવેન્ટ્સમાં લગભગ 70 ટકા કમાણી ભારત થકી થતી હોય છે. આ સ્થિતિમાં જો ભારતમાં મોટી ટૂર્નામેન્ટ યોજાય તો અબજોમાં આર્થિક લાભ થયા વિના રહે નહીં. 2023ના મેન્સ વન-ડે વર્લ્ડ કપ બાબતમાં આવું બન્યું. ભારતને 1.39 બિલ્યન ડૉલર (અંદાજે 11,637 કરોડ રૂપિયા)નો આર્થિક લાભ થયો.

આ પણ વાંચો : BCCIના સેક્રેટરી તરીકે Jay Shahને કેટલી Salary આપવામાં આવે છે? નેટવર્થ એટલી કે…

પીટીઆઇના અહેવાલમાં જણાવાયું હતું કે આઇસીસી માટે નિલ્સેન નામની એજન્સી દ્વારા ‘આર્થિક અસરની આકારણી’ હાથ ધરવામાં આવી હતી જે મુજબ ભારતને 116 અબજ રૂપિયાથી પણ વધુ આર્થિક લાભ થયો છે. જોકે એમાં ખરેખરી કમાણી કેટલી હતી એ નહોતું જણાવાયું.

ભારતમાં આ વન-ડે વર્લ્ડ કપ 2023ના ઑક્ટોબર-નવેમ્બરમાં યોજાયો હતો. ભારતે તમામ મૅચ જીત્યા બાદ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે હાર જોવી પડી હતી. ઑસ્ટ્રેલિયા છઠ્ઠી વાર ચૅમ્પિયન બન્યું હતું.

આખા વર્લ્ડ કપમાં વિક્રમજનક કુલ 12.50 લાખ પ્રેક્ષકો મૅચ જોવા આવ્યા હતા. એમાંથી 75 ટકા લોકોએ પહેલી વાર વન-ડે મૅચ સ્ટેડિયમમાં જોઈ હતી.

આ પણ વાંચો : BCCI લગાવશે પાબંદી, ક્રિકેટ મેચોમાં હવે નહીં જોવા મળે………

વિશ્ર્વ કપ દરમ્યાન દેશ-વિદેશથી લાખો લોકો ભારતમાં મૅચ જોવા ઉપરાંત ઘણા પર્યટન સ્થળે પણ ગયા હતા જેને પગલે ભારતને 281.2 મિલ્યન ડૉલરનો આર્થિક લાભ થયો હતો. 68 ટકા આંતરરાષ્ટ્રીય પર્યટકોએ કહ્યું હતું કે તેઓ ભવિષ્યમાં પોતાના મિત્રો અને પરિવારજનોને ભારતનો પ્રવાસ કરવાનું સૂચન કરશે. વર્લ્ડ કપ દરમ્યાન 48,000થી પણ વધુ ફુલ અથવા પાર્ટ-ટાઇમ જૉબ ઊભા થયા હતા.

Show More

Related Articles

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે