અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કમલા હેરિસને મળ્યો બરાક ઓબામાનો સાથ: ફોન પર જાહેર કર્યું સમર્થન

નવી દિલ્હી: અમેરિકામાં આ વર્ષે 5 નવેમ્બરે યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને સમગ્ર દુનિયામાં ચર્ચા છે. અમેરિકન રાષ્ટ્રપતિની આ ચૂંટણીઓમાં 16 કરોડ નોંધાયેલા મતદારો દેશના 60માં રાષ્ટ્રપતિને ચૂંટશે. આ દરમિયાન, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ શુક્રવારે રાષ્ટ્રપતિ પદ માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સમર્થન આપવાની જાહેરાત કરી છે. બંનેએ આજે 26 જુલાઈના રોજ ફોન પર કમલા હેરિસને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. જેનો એક વિડીયો બરાક ઓબામાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેમાં મિશેલે હેરિસને કહ્યું હતું કે અમને તમારા પર ગર્વ છે.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઓબામા અને તેમની પત્ની કમલા હેરિસ સાથે વાત કરતા જોઈ શકાય છે. ફોન પર, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ હેરિસને કહ્યું કે અમે તમને એ જણાવવા માટે કોલ કર્યો છે કે હું અને મિશેલ તમારું સમર્થન કરવા અને તમને આ ચૂંટણીમાં જીત અપાવવા માટે દરેક બનતો સંભવ પ્રયાસ કરવા પર ગર્વ અનુભવીએ છીએ.
આ દરમિયાન અમેરિકાના ભૂતપૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ કમલા હેરિસ પર ગર્વ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, “હું મારી પુત્રી કમલાને આ કહ્યા વિના આ ફોન ન કરી શકું કે મને તમારા પર ગર્વ છે. આ ઐતિહાસિક બની રહે છે.” અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે તેમની મિત્રતા માટે આભાર વ્યક્ત કર્યો હતો અને 5 નવેમ્બરની ચૂંટણીઓ સુધીના ત્રણ મહિનામાં તેમની સાથે પ્રચાર કરવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી.
ઓબામાનું પણ સમર્થન:
મિશેલ ઓબામાએ આગળ કહ્યું કે “અમે તેની સાથે થોડી મજા પણ માણવાના છીએ, નહીં?” ઓબામા કે જેઓ ડેમોક્રેટિક ઉમેદવારો માટેના મુખ્ય પ્રચાર કાર્યક્રમોમાં ફંડ ઊભું કરવા માટેના પ્રતિનિધિ બનેલા છે. હેરિસને ઔપચારિક રીતે સમર્થન આપનારા તેઓ છેલ્લા મુખ્ય પક્ષના વ્યક્તિઓમાંના એક છે. વાસ્તવમાં, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આ ચૂંટણીથી પોતાને દૂર કરી લીધા છે અને તેઓ ચૂંટણી નહિ લડે તેવી જાહેરાત કરી ચૂક્યા છે. ત્યારબાદ કમલા હેરિસનું નામ સામે આવ્યું છે.