ઇન્ટરનેશનલ

Bangladesh માં હિંદુઓ પરના હુમલાને યુનુસ સરકારે રાજકીય હિંસા ગણાવી, કહી આ વાત

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં(Bangaladesh)હિંદુઓ પર સતત થઈ રહેલી હિંસા વચ્ચે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. ત્યારે ફરી એકવાર બાંગ્લાદેશે હિંદુઓ સામેની હિંસાને રાજકીય હિંસા ગણાવી છે. આ અગાઉ ભારત સરકારે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાના આંકડા રજૂ કર્યા હતા, જેને યુનુસ સરકાર હવે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

બાંગ્લાદેશે ભારત સરકારના આંકડા પર સવાલ ઉઠાવ્યા

બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતીય વિદેશ મંત્રાલયના આંકડાઓ પર સવાલ ઉઠાવ્યા છે જેમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાની વાત કરવામાં આવી હતી. બાંગ્લાદેશે કહ્યું, વિદેશ મંત્રાલયે આજે કહ્યું કે બાંગ્લાદેશમાં વર્ષ 2022માં હિંદુઓ વિરુદ્ધ હિંસાની 47, 2023માં 302 અને 2024માં 2,200 ઘટનાઓ બની છે.

68 ઘરો પર હુમલો

બાંગ્લાદેશે કહ્યું આ આંકડો ખોટો અને ખૂબ જ અતિશયોક્તિપૂર્ણ છે. સ્વતંત્ર માનવાધિકાર સંગઠન એન. ઓ સેલિશ સેન્ટરના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશમાં જાન્યુઆરી અને નવેમ્બર 2024 વચ્ચે ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ હિંસક ઘટનાઓની સંખ્યા 138 છે. જેમાં 368 ઘરો પર હુમલો થયો અને 82 લોકો ઘાયલ થયાછે.

મૈમનસિંહ અને દિનાજપુરના ત્રણ મંદિરોમાં ઉપદ્રવીઓએ મૂર્તિઓ તોડી

બાંગ્લાદેશનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બાંગ્લાદેશના મૈમનસિંહ અને દિનાજપુરના ત્રણ મંદિરોમાં ઉપદ્રવીઓએ મૂર્તિઓ તોડી નાખી છે. મયમનસિંહ, દિનાજપુરમાં 8 પ્રતિમાઓની તોડફોડ કરવામાં આવી હતી. ગઈકાલે અને આજે વહેલી સવારે મૈમનસિંહના હલુઘાટ ઉપજિલ્લામાં બે મંદિરોની ત્રણ મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી.

બાંગ્લાદેશે શું દલીલ આપી?

બાંગ્લાદેશ સરકારે જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશની વચગાળાની સરકાર નોંધાયેલી દરેક ઘટનાની તપાસ કરી રહી છે અને પોલીસ હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર, 4 ઓગસ્ટથી 10 ડિસેમ્બરની વચ્ચે ઓછામાં ઓછા 97 કેસ નોંધાયા છે. અને ઓગસ્ટથી, ધાર્મિક લઘુમતીઓ પર કથિત હુમલાઓ માટે 75 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

5 ઓગસ્ટથી 8 ઓગસ્ટની વચ્ચે કોઇ સરકાર નહતી

યુનુસ સરકારે કહ્યું, આમાંની ઘણી ઘટનાઓ 5 ઓગસ્ટથી 8 ઓગસ્ટની વચ્ચે બની હતી જ્યારે કોઈ સરકાર ન હતી. આમાંના મોટાભાગના હુમલા રાજકીય હતા. અમે દરેકને વિનંતી કરીએ છીએ કે આવા નફરતના ગુનાઓ વિશે વિચારવાનું બંધ કરો.

લઘુમતીઓ પર 2200 હુમલા થયા

વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધને સંસદમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આ વર્ષે 8 ડિસેમ્બર સુધી બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર 2200 હુમલા થયા છે. જ્યારે પાકિસ્તાનમાં આવા 112 હુમલા થયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button