ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં વધતી હિંસા, ઉસ્માન હાદી બાદ વધુ એક વિદ્યાર્થી નેતા પર ફાયરિંગ

ઢાકા : બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીના મૃત્યુ બાદ સતત હિંસા વધી રહી છે. જોકે, આ દરમિયાન હવે નેશનાલિસ્ટ સિટીઝન પાર્ટી ખુલનાના પ્રમુખ અને વિદ્યાર્થી નેતા મોતાલેબ સિકંદર પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો. મોતલેબને સોનાડાંગા વિસ્તારના જાહેરમાં ગોળી મારવામાં આવી હતી. હોસ્પિટલ સુત્રોના જણાવ્યા અનુસાર તેમને ગંભીર હાલતમાં ખુલના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે સોમવારે ખુલનામાં અજાણ્યા હુમલાખોરોએ નેશનલ સિટીઝન્સ પાર્ટીના સેન્ટ્રલ વર્કર્સ યુનિયનના નેતા મોહમ્મદ મોતાલેબ સિકંદરને ગોળી મારી હતી. જેમાં ગોળી તેમના કાન નજીકથી પસાર થતાં તેઓ ઘાયલ થયા હતા.

મોતાલેબ ખતરામાંથી બહાર

સોનડાંગા મોડેલ પોલીસ સ્ટેશનના પ્રભારી અનિમેષ મંડલે જણાવ્યું હતું કે હુમલાખોરોએ સવારે 11.45 વાગ્યે શહેરના ગાઝી મેડિકલ કોલેજ હોસ્પિટલ નજીક મોહમ્મદ મોતાલેબના માથામાં ગોળી મારી હતી. તેમને ગંભીર હાલતમાં ખુલના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોનો ઉલ્લેખ કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મોતાલેબ ખતરામાંથી બહાર છે. ગોળી એક બાજુથી તેના કાનમાં ઘૂસીને બીજી બાજુથી બહાર નીકળી ગઈ છે.

મોતાલેબ મજૂર રેલીની તૈયારીમાં વ્યસ્ત

આ અંગે વધુ માહિતી આપતા એનસીપી ખુલના મ્યુનિસિપાલિટીના આયોજક સૈફ નવાઝે પ્રથમ આલોને જણાવ્યું હતું કે મોતાલેબ સિકંદર પાર્ટીના મજૂર સંગઠન, રાષ્ટ્રીય શ્રમિક શક્તિના કેન્દ્રીય આયોજક અને ખુલના વિભાગીય સંયોજક હતા. પાર્ટીએ થોડા દિવસોમાં ખુલનામાં એક વિભાગીય મજૂર રેલી યોજવાનું હતી. મોતાલેબ સિકંદર તેની તૈયારીમાં વ્યસ્ત હતા.

12 ડિસેમ્બરે ઉસ્માન હાદીને ગોળી મારવામાં આવી

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે 12 ડિસેમ્બરે શરીફ ઉસ્માન હાદીને ઢાકાના પલટન વિસ્તારમાં હુમલાખોરોએ ગોળી મારી હતી જેમાં તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ અને એવરકેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેમને 15 ડિસેમ્બરે તબીબી સારવાર માટે સિંગાપુર રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં 18 ડિસેમ્બરે હોસ્પિટલમાં હાદીનું મૃત્યુ થયું. તેની બાદ સમગ્ર બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે.

શેખ હસીનાની હકાલપટ્ટી પછી નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટીની રચના

તેમજ પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ આંદોલન પછી નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટીની રચના કરવામાં આવી હતી. આ પાર્ટીમાં હસીના વિરુદ્ધ વિરોધ કરનારા લોકોનો સમાવેશ થાય છે. ઢાકા યુનિવર્સિટીના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પાર્ટી સાથે જોડાયેલા છે. આ પાર્ટી બાંગ્લાદેશમાં પહેલીવાર ચૂંટણી લડી રહી છે.

આ પણ વાંચો…‘યુનુસ સરકારે આતંકવાદીઓને છૂટા મૂક્યા!’ બાંગ્લાદેશ હિંસા અંગે શેખ હસીનાનું નિવેદન

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button