ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં હિંદુ યુવકની કટ્ટરવાદીઓ મારઝૂડ કરીને કરી હત્યા, શબને ઝાડ પર લટકાવીને આગ લગાવી

ઢાકા: બાંગ્લાદેશમાં ફરી ભડકેલી હિંસા વચ્ચે એક હિંદુ વ્યક્તિની ક્રૂર હત્યા કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત મીડિયા અહેવાલ મુજબ મૈમનસિંઘ જિલ્લામાં એક ટોળા દ્વારા હિન્દુ વ્યક્તિને માર મારીને હત્યા કરવામાં આવી હતી. જેની ઓળખ દીપુ ચંદ્ર દાસ તરીકે થઈ છે. આ યુવાન કપડા ફેક્ટરીમાં કામદાર હતો. પોલીસે જણાવ્યું હતું કે તેના પર મોહમ્મદ પયગંબર વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

મૃતદેહને ઝાડ સાથે બાંધી દીધો

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, હુમલાખોરોએ રાત્રે 9 વાગ્યાની આસપાસ તેમના પર હુમલો કર્યો અને તેમને માર માર્યો. તેની બાદ તેમણે મૃતદેહને ઝાડ સાથે બાંધી દીધો અને તેને આગ લગાવી દીધી. જેની બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મૈમનસિંહ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

પોલીસે કોઈ કેસ દાખલ નથી કર્યો

આ સમગ્ર કેસમાં મહત્વની બાબત એ છે કે, આ ક્રૂર હત્યા બાદ હજુ સુધી પોલીસે કોઈ કેસ દાખલ નથી કર્યો. પોલીસનું કહેવું છે કે તેઓ પીડિતના પરિવારને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ઔપચારિક ફરિયાદ નોંધાયા પછી કાનૂની કાર્યવાહી શરૂ કરશે.

ગુરુવારે સિંગાપુરમાં હાદીનું અવસાન થયું

ઉલ્લેખનીય છે કે, ભારત વિરોધી નેતા અને કટ્ટરપંથી ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જેમાં ગુરુવારે સિંગાપુરમાં હાદીનું અવસાન થયું છે. 12 ડિસેમ્બરે ઢાકામાં હુમલાખોરોએ તેમને ગોળી મારી દીધી હતી. સોમવારે એમ્બ્યુલન્સ દ્વારા હાદીને એરલિફ્ટ કરીને સિંગાપુર લઈ જવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો…બાંગ્લાદેશમાં ફરી એક વાર હિંસા ભડકી, ભારતીય રાજદ્વારીઓ પર પણ હુમલો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button