ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Bangladesh Unrest: મોહમ્મદ યુનુસે મંદિરમાં જઈને આપ્યો શાંતિનો સંદેશ, હિન્દુઓને આપી સુરક્ષાની ખાતરી

ઢાકા: બાંગ્લાદેશમાં રાજીકીય આરાજકતા વચ્ચે હિન્દુ સમુદાયના લોકો પર હુમલાની ઘટનાઓ (Attack on Hindus in Bangladesh)બની રહી છે. જોકે, એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે જ્યારે દેશમાં મોહમ્મદ યુનુસ(Muhammad Yunus )ના નેતૃત્વમાં નવી વચગાળાની સરકાર બનશે ત્યારે આવા હુમલાઓ અને અન્ય પ્રદર્શનમાં ઘટાડો થશે. પરંતુ, વચગાળાની સરકાર રચાયા બાદ પણ હુમલાઓ થઇ રહ્યા છે. જોકે મોહમ્મદ યુનુસ સતત શંતિની અપીલ કરી રહ્યા છે અને હિંદુ સમુદાયને રક્ષણ આપવાનું વચન આપ્યું છે.

મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટ કરીને તેમને અભિનંદન આપ્યા અને ત્યાં હાજર હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની વાત પણ કરી. બાંગ્લાદેશ સરકારે વડા પ્રધાન મોદીની આ અપીલને ગંભીરતાથી લીધી છે. મોહમ્મદ યુનુસે મંદિરમાં જઈને કેટલાક હિંદુઓની સાથે બેસીને તેમની સ્થિતિ વિષે ચર્ચા કરી હતી, અને તેમને ખાતરી આપી હતી કે સરકાર તેમની સાથે છે.

મોહમ્મદ યુનુસે એક હિંદુ મંદિરની મુલાકાત લેતા કહ્યું કે બાંગ્લાદેશમાં દરેક માટે સમાન અધિકાર હોવા જોઈએ, પછી ભલે તે વ્યક્તિ કોઈપણ ધર્મનો હોય. તેમણે કહ્યું કે, “આપણી લોકતાંત્રિક આકાંક્ષાઓમાં આપણને મુસ્લિમ, હિંદુ કે બૌદ્ધ તરીકે નહીં, પરંતુ માનવ તરીકે જોવા જોઈએ. આપણા અધિકારો સુનિશ્ચિત કરવા જોઈએ.”

મોહમ્મદ યુનુસની હિન્દુ મંદિરની મુલાકાત અને હિન્દુઓને સુરક્ષાની ખાતરીને પણ ભારત સાથે જોડવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશની વર્તમાન સરકાર ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે આ બધું કરી રહી છે.

મોહમ્મદ યુનુસ સરકારે મંદિરો પર થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત સરકાર અને વહીવટીતંત્રને આવા હુમલા અંગે સમયસર માહિતી મળી રહે તે માટે એક હોટલાઈન પણ તૈયાર કરવામાં આવી છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button