ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધ સોમવારે ટ્રિબ્યુનલ આપશે ચુકાદો, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ

ઢાકા : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ એક ખાસ ટ્રિબ્યુનલ સોમવારે મોટો ચુકાદો આપશે. જેમાં શેખ હસીનાને આજીવન કે મૃત્યુદંડની સજા મળી શકે છે. જેના પગલે બાંગ્લાદેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. બાંગ્લાદેશની યુનુસ સરકારે કોર્ટમાં શેખ હસીનાને મૃત્યુદંડની સજા આપવાની માંગ કરી છે.

ચૌધરી અબ્દુલ્લા અલ-મામુન સરકારી સાક્ષી બન્યા

શેખ હસીના વિરુદ્ધ ગયા વર્ષે સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન માનવતા વિરુદ્ધના કથિત ગુનાઓ માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

બાંગ્લાદેશની ગુના ટ્રિબ્યુનલ સોમવારે 78 વર્ષીય હસીના વિરુદ્ધ પોતાનો ચુકાદો આપશે. હસીના વિરુદ્ધ ટ્રાયલમાં ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક ચૌધરી અબ્દુલ્લા અલ-મામુન પણ ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. પરંતુ હવે તેઓ સરકારના સાક્ષી બન્યા છે. મામુન આ કેસના એકમાત્ર મુખ્ય આરોપીઓમાંના એક છે જેમણે રૂબરૂમાં ટ્રાયલનો સામનો કર્યો હતો પરંતુ બાદમાં સાક્ષી બન્યા હતા.

સુરક્ષા કાર્યવાહી દરમિયાન 1,400 લોકો માર્યા ગયા

સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલયના અહેવાલ મુજબ, ગયા વર્ષે 15 જુલાઈથી 15 ઓગસ્ટ દરમિયાનહસીના સરકાર દ્વારા વિરોધીઓ સામેના સુરક્ષા કાર્યવાહી દરમિયાન 1,400 લોકો માર્યા ગયા હતા. જેમાં મુખ્ય ફરિયાદી મોહમ્મદ તાજુલ ઇસ્લામે હસીના માટે મૃત્યુદંડની માંગણી કરી છે. તેમજ આરોપ લગાવ્યો છે કે શેખ હસીના ગયા વર્ષના સામૂહિક વિરોધ પ્રદર્શન દરમિયાન માનવતા વિરુદ્ધના ગુનાઓના માસ્ટરમાઇન્ડ અને મુખ્ય ગુનેગાર હતા.

શેખ હસીનાએ 5 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશ છોડી દીધું

જયારે હસીનાના સમર્થકો કહે છે કે તેમના સામેના આરોપો રાજકીય છે. ટ્રિબ્યુનલે 23 ઓક્ટોબરના રોજ તેની સુનાવણી પૂર્ણ કરી હતી. આ કાર્યકારી 28 દિવસોથી વધુ ચાલી હતી જેમાં 54 સાક્ષીના નિવેદન લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વધતી જતી અરાજકતા વચ્ચે શેખ હસીનાએ 5 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશ છોડી દીધું હતું અને હાલમાં ભારતમાં રહે છે.

યુનુસ સરકારે ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરી

જોકે, તેની બાદ બાંગ્લાદેશની યુનુસ સરકારે ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરી છે. પરંતુ ભારતે હજુ સુધી તેનો કોઈ જવાબ આપ્યો નથી. હસીના અને અન્ય બે લોકો પર પાંચ કેસમાં ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો…પાકિસ્તાનના દબાણ હેઠળ બાંગ્લાદેશમાં પણ અહમદિયા સમુદાય બિન મુસ્લિમ જાહેર થશે

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button