ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ ખોકન ચંદ્ર દાસનું મોત, આગની ઘટનામાં થયા હતા ઘાયલ

ઢાકા : બાંગ્લાદેશમાં આગના દાઝેલા વધુ એક હિંદુ વ્યકિતનું મોત થયું છે. ખોકન ચંદ્ર દાસ નામના વ્યક્તિનું શનિવારે નેશનલ બર્ન ઇન્સ્ટીટયુટમાં મૃત્યુ થયું છે. નેશનલ બર્ન ઇન્સ્ટીટ્યુટના પ્રોફેસર ડો. શાઓન બિન રહમાને જણાવ્યું કે શરિયતપુરા દામુડચા ઉપજિલાના આગની ઘટનામાં ઘાયલ થયા હતા. તેમની સારવાર ચાલી રહી હતી. જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

શરીરનો 30 ટકા ભાગ બળી ગયો

આ અંગે હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે લગભગ ત્રણ દિવસની સારવાર બાદ શનિવારે સવારે 7.20 વાગ્યે દાસનું મૃત્યુ થયું હતું. ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમના શરીરનો આશરે 30 ટકા ભાગ બળી ગયો હતો. જેમાં તેમના ચહેરા અને શ્વસન માર્ગ પર ગંભીર ઇજાઓ પણ સામેલ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતદેહને તેમના નિવાસે લઈ જવામાં આવી રહ્યો છે.

હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો

ખોકન દાસના ભત્રીજા પ્રાંતો દાસે જણાવ્યું હતું કે પરિવાર હત્યા માટે યોગ્ય તપાસ અને ન્યાય ઇચ્છે છે. પ્રાંતોએ માંગણી કરી હતી કે આ ઘટનામાં સંડોવાયેલા લોકોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. આ દરમિયાન તેમની પત્નીએ હુમલો કેવી રીતે થયો તે પણ જણાવ્યું હતું. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આ ઘટના દામુદ્યાના કોનેશ્વર યુનિયનમાં કેયુરભંગા માર્કેટ નજીક બની હતી. દાસ પોતાની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ઉપદ્રવીઓના એક જૂથે તેમને રોક્યા હતા. તેમજ હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો.

પેટ્રોલ છાંટીને તેમને આગ ચાંપી દીધી

હુમલાખોરોએ તેમના શરીર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. પોતાને બચાવવાના પ્રયાસમાં ચંદ્ર દાસ રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં કૂદી પડ્યા હતા. તેમની ચીસો સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે આવ્યા હતા અને હુમલાખોરોને ભગાડી દીધા હતા. અહેવાલ મુજબ, સ્થાનિકોએ દાસને બચાવ્યા હતા અને શરૂઆતમાં તેમને શરિયતપુર સદર હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.પરંતુ બાદમાં તેમની હાલત વધુ ખરાબ થતાં તેમને ઢાકા રિફર કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત હિંસા વધી રહી છે. ગત મહિને મૈમનસિંહ જિલ્લામાં કપડાના કારખાનાના કામદાર દીપુ ચંદ્ર દાસને જીવતા સળગાવી દીધા હતા. જ્યારે રાજબારી જિલ્લામાં અન્ય એક હિન્દુ યુવાન અમૃત મંડલને ખંડણીના આરોપમાં માર મારવામાં આવ્યો હતો.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button