બાંગ્લાદેશમાં ISKON પર પ્રતિબંધની માંગ: ઈસ્લામિક સંગઠને લગાવ્યા કત્લના નારા…

ઢાકા: બાંગ્લાદેશમાં ઈસ્લામિક સંગઠન હેફાઝત-એ-ઈસ્લામે ચટગાંવમાં ઈસ્કોન પર પ્રતિબંધની માંગણી કર્યા બાદ કોમી તણાવમાં વધારો થયો છે. જાણીતા બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી કે ચટગાંવમાં હેફાઝત-એ-ઈસ્લામની રેલી દરમિયાન “ઈસ્કોન વાળાને પકડો, પછી કત્લ કરો” જેવા ભડકાઉ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : કેનેડા સરકારના આ નિર્ણયને લીધે ચાર લાખ ભારતીયો પર પડી પસ્તાળ
શું ઈસ્કોન આતંકવાદી સંગઠન છે?
તસ્લીમા નસરીને પોતાની પોસ્ટમાં ઈસ્કોનના સદસ્યો સામે વધી રહેલા જોખમોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું, “હિફાઝત-એ-ઈસ્લામ આતંકવાદનું આહ્વાન કરી રહ્યું છે. તેઓ ઈસ્કોનના સભ્યોને મારવા માંગે છે. શું ઈસ્કોન એક આતંકવાદી સંગઠન છે જેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ?” નસરીને એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે આ સંસ્થા વિશ્વભરમાં સક્રિય છે અને તેને બીજે ક્યાંય આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો નથી.
ઇસ્કોનને ગણાવ્યું આતંકવાદી સંગઠન:
મીડિયા અહેવાલો અનુસાર, 5 નવેમ્બરના રોજ, એક સ્થાનિક વેપારી ઉસ્માન અલીએ ફેસબુક પર ઇસ્કોનને “આતંકવાદી સંગઠન” ગણાવ્યું હતું, જેનાથી ચટગાંવના હજારી ગલી વિસ્તારમાં હિન્દુ સમુદાયમાં ભારે રોષ વ્યાપ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે પોલીસ અને સેનાએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને લગભગ 100 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી.
આ પણ વાંચો : નેધરલેન્ડમાં ફૂટબોલ મેચ દરમિયાન ઇઝરાયેલના નાગરિકો પર હુમલો, 12 લોકો ઘાયલ…
ઇસ્કોન બિન-રાજકીય અને શાંતિપૂર્ણ ધાર્મિક સંગઠન:
ઈસ્કોન બાંગ્લાદેશના અધ્યક્ષ સત્ય રંજન બરોઈએ આ હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું, “ઇસ્કોન બાંગ્લાદેશ એક બિન-રાજકીય અને શાંતિપૂર્ણ ધાર્મિક સંગઠન છે, જે સાંપ્રદાયિક સૌહાર્દ, ધાર્મિક સહિષ્ણુતા અને માનવ કલ્યાણને સમર્પિત છે.” બરોઇએ નિષ્પક્ષ તપાસ કરીને ઘટનાનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા અપીલ કરી હતી.