Shaikh Hasina યુકે માં આશ્રયના લે ત્યાં સુધી ભારતમાં રહે તેવી શક્યતા
નવી દિલ્હી: ભારત સરકારે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને(Shaikh Hasina) કામચલાઉ આશ્રય આપવામાં આવ્યો છે. મીડિયા અહેવાલોમાં જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ભારત વ્યાપક લોજિસ્ટિકલ સપોર્ટ ઓફર કરશે કારણ કે હસીનાએ યુકેમાં આશ્રય મેળવ્યો છે. તેમનું બ્રિટનમાં સ્થળાંતર બાકી છે. જેના પગલે ભારતમાં રોકાણની કામચલાઉ ધોરણે મંજૂરી આપવામાં આવી છે. તેવું એક અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે.
હસીના હાલમાં યુકેમાં આશ્રય માંગી રહ્યા છે
જો કે અત્યાર સુધીમાં બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાનને રાજકીય આશ્રય આપવા અંગે યુકે સરકાર તરફથી કોઈ પુષ્ટિ મળી નથી. હસીના હાલમાં યુકેમાં આશ્રય માંગી રહ્યા છે.તેમની સાથે તેમની બહેન રેહાના યુકેની નાગરિક છે.
તેમની પુત્રી, ટ્યૂલિપ સિદ્દીક લેબર પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતી બ્રિટિશ સંસદના સભ્ય તરીકે સેવા આપે છે.
વચગાળાની સરકાર જવાબદારીઓ સંભાળી રહી છે
ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે નવી દિલ્હી ઢાકાની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. ઢાકામાં બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને કહ્યું કે શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને વચગાળાની સરકાર જવાબદારીઓ સંભાળી રહી છે.
વિરોધ પ્રદર્શનમાં અનેક લોકો માર્યા ગયા
આર્મી ચીફે કહ્યું કે તેઓ રાજકીય નેતાઓને મળ્યા હતા અને તેમને કહ્યું હતું કે સેના કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળશે.હસીના સરકાર વિરુદ્ધ છેલ્લા બે દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં અનેક લોકો
માર્યા ગયા છે.