બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની તબિયત ખરાબ, હોસ્પિટલમાં દાખલ

ઢાકા: બાંગ્લાદેશની રાજનીતિમાં સૌથી પ્રભાવશાળી વ્યકિતમાં સામેલ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના પ્રમુખ ખાલિદા ઝિયાની હાલત નાજુક છે. તેમની ઉંમર 80 વર્ષ છે અને તે સ્વાસ્થય સબંધી તકલીફોથી પીડીત છે. ડોક્ટર સતત તેમની સંભાળ રાખી રહ્યા છે. ખાલિદા ઝિયાની તબિયતની માહિતી એવા સમયે પ્રકાશમાં આવી છે જયારે બાંગ્લાદેશમાં કેટલાક મહિનાઓ બાદ ચૂંટણી યોજાવાની છે.
ખાલિદા ઝિયાને છાતીમાં ચેપ લાગ્યો
બીએનપી પાર્ટીના મહાસચિવ મિર્ઝા આલમગીરે જણાવ્યું હતું કે, ખાલિદા ઝિયાને છાતીમાં ચેપ લાગ્યો છે. જેના કારણે તેમના હૃદય અને ફેફસાં બંને પર અસર પડી હતી. ગત રવિવારે રાત્રે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. જયારે આજે અહેવાલો બહાર આવ્યા કે તેમની હાલત ગંભીર છે.
ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવાની અપીલ
બીએનપીએ જણાવ્યું કે, શુક્રવારની નમાઝ બાદ બાંગ્લાદેશમાં તેમના સ્વાસ્થય માટે ખાસ પ્રાર્થનાનું આયોજન કર્યું હતું. આલમગીરે કહ્યું કે તેમણે જનતાને ખાલિદા ઝિયાના સારા સ્વસ્થ માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે તેમને આશા છે કે તેઓ જલ્દી સ્વસ્થ થશે અને રાષ્ટ્રની સેવામાં પરત ફરશે.
ખાલિદા ઝિયા છેલ્લા ઘણા વર્ષોથી અનેક ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. ખાલિદા ઝિયા લાંબા સમયથી લીવર, કિડની, ડાયાબિટીસ, સંધિવા અને આંખની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. તેમની ઉંમર અને લાંબી બીમારીઓએ આ ચેપ વધ્યો છે.



