ઇન્ટરનેશનલનેશનલ

બાંગ્લાદેશ પર હુમલાની આશંકા, અમેરિકાએ નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી

વોશીંગ્ટન : અમેરિકાએ શુક્રવારે બાંગ્લાદેશમાં રહેતા તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ પર હુમલો થવાની સંભાવના છે. તેથી નાગરિકોને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે. બાંગ્લાદેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય હિંસા અથવા આતંકવાદી હુમલાની શક્યતા છે. આતંકવાદીઓ દ્વારા રેલીઓ, મતદાન મથકો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવી શકે છે.

બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ સંસદીય ચૂંટણી

અમેરિકન દૂતાવાસના જણાવ્યા અનુસાર તેના નાગરિકોને પ્રદર્શનોથી દૂર રહેવા અને કોઈપણ મોટા આયોજનની આસપાસ સાવચેતી રાખવા સૂચના આપી છે. બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ સંસદીય ચૂંટણી યોજાશે. તેમજ સુરક્ષા ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી સમયગાળા દરમિયાન, રાજકીય હિંસા અથવા ઉગ્રવાદી હુમલાઓ થઈ શકે છે. જેમાં રેલીઓ, મતદાન મથકો અને ચર્ચ, મંદિરો, મસ્જિદો અને ધાર્મિક મહત્વના અન્ય સ્થળોને નિશાન બનાવવામાં આવી શકે છે. અમેરિકન નાગરિકોએ સતર્ક રહેવા જણાવાયું છે અને યાદ રાખવું જોઈએ કે શાંતિપૂર્ણ પ્રદર્શનો અથવા રેલીઓ હિંસામાં ફેરવાઈ શકે છે.

આ પણ વાચો : પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે 14 વર્ષ બાદ સીધી વિમાન સેવા શરૂ: સંબંધોમાં નવો અધ્યાય

10 ફેબ્રુઆરીથી મોટરસાયકલ પરિવહન પર પ્રતિબંધ

બાંગ્લાદેશ સરકારે 10 ફેબ્રુઆરીથી મોટરસાયકલ પરિવહન પર પ્રતિબંધ અને 11 અને 12 ફેબ્રુઆરીએ તમામ પરિવહન પર પ્રતિબંધની જાહેરાત કરી છે. એડવાઈઝરીમાં જણાવાયું છે કે ઢાકામાં યુએસ દૂતાવાસ 11 અને 12 ફેબ્રુઆરીએ મર્યાદિત ઓન-સાઇટ સેવાઓ પૂરી પાડશે. તેમાં અમેરિકન નાગરિકોને તેમની સુરક્ષા યોજનાઓની સમીક્ષા કરવા વૈકલ્પિક મુસાફરી માર્ગોની યોજના બનાવવા અને લો પ્રોફાઇલ જાળવવાની સલાહ આપવામાં આવી હતી.

જમાત-એ-ઇસ્લામીના વડા શફીકુર રહેમાન સાથે મુલાકાત કરી

શુક્રવારે અમેરિકન રાજદૂત બ્રેન્ટ ટી. ક્રિસ્ટેનસેન જમાત-એ-ઇસ્લામીના વડા શફીકુર રહેમાન સાથે મુલાકાત કરી અને આગામી ચૂંટણીઓ અંગે ચર્ચા કરી. આ બેઠક બાદ તેમણે જણાવ્યું હતું આ બેઠકમાં આગામી ચૂંટણીઓ અંગે જમાતના અમીર ડૉ. શફીકુર રહેમાનના મંતવ્યો સાંભળ્યા હતા. અમેરિકા તમામ બાંગ્લાદેશી રાજકીય પક્ષો સાથે મળીને શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે કામ કરવા આતુર છે.

આ પણ વાચો : બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાઓ વધી! બ્રિટને યુનુસને આપ્યો સખત શબ્દોમાં ઠપકો, ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવા…

12 ફેબ્રુઆરીના રોજ 300 સંસદીય બેઠકો માટે ચૂંટણી

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણીમાં 300 સંસદીય બેઠકો માટે 50 થી વધુ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને સ્વતંત્ર ઉમેદવારો સહિત લગભગ 2000 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર 22 જાન્યુઆરીથી ઔપચારિક પ્રચાર શરૂ થયા પછી ગુરુવાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button