શેખ હસીનાના દીકરાના અપહરણ અને હત્યાના નિષ્ફળ કાવતરુ રચવાના આરોપમાં સંપાદક નિર્દોષ…

ઢાકાઃ બાંગ્લાદેશની એક કોર્ટે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોયનું 2015માં અમેરિકામાં અપહરણ અને હત્યાના નિષ્ફળ કાવતરા સંબંધિત કેસમાં એક પ્રમુખ ન્યૂઝપેપરના સંપાદકને નિર્દોષ જાહેર કર્યા હતા. ડેઇલી સ્ટાર અખબારે અહેવાલ આપ્યો હતો કે ચુકાદો આપતાં ઢાકાના ચોથા એડિશનલ મેટ્રોપોલિટન સેશન્સ જજ તારિક અઝીઝે આ કેસમાં તેમની દોષિત ઠેરવવાની અને સજા સામે મહમુદુર રહેમાનની અપીલ સ્વીકારી હતી.
Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
જસ્ટિસે કહ્યું હતું કે અપીલકર્તા સામે લગાવવામાં આવેલા આરોપો ખોટા અને બનાવટી હોવાનું જણાયું છે. ન્યાયાધીશે તેમના આદેશમાં કહ્યું કે નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી સજા રદ કરીને અપીલકર્તાને નિર્દોષ જાહેર કરવામાં આવે છે.
ચુકાદા પછી દૈનિક અમર દેશના સંપાદક મહમુદુરે પત્રકારોને જણાવ્યું હતું કે તેમને આખરે કોર્ટમાંથી ન્યાય મળ્યો છે અને તેઓ ફાસીવાદ સામેની તેમની લડાઈ ચાલુ રાખશે, જે દેશનો પણ સંઘર્ષ છે. નોંધનીય છે કે ગયા વર્ષે 17 ઓગસ્ટના રોજ ઢાકાની એક કોર્ટે તેમની ગેરહાજરીમાં સાત વર્ષની જેલની સજા ફટકારી હતી.
આ જ કેસમાં વરિષ્ઠ પત્રકાર શફીક રહેમાન, જાતીયતાવાદી સામાજિક સાંસ્કૃતિક સંગઠનના ઉપપ્રમુખ મોહમ્મદ ઉલ્લાહ મામુન, તેમના પુત્ર રિઝવી અહમદ સીઝર અને અમેરિકા સ્થિત ઉદ્યોગપતિ મિઝાનુર રહેમાન ભુઇયાને પણ તેમની ગેરહાજરીમાં સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
મહમુદુર સાડા પાંચ વર્ષ દેશનિકાલમાં રહ્યા બાદ ગયા વર્ષે 27 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ પાછા ફર્યા હતા. બે દિવસ પછી તેણે ઢાકામાં ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું અને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
Also read : H1-B માટે પ્રારંભિક નોંધણી સાતમી માર્ચથી શરૂ થશે
ફરિયાદ મુજબ, મામુન અને ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ જોયના અપહરણ અને હત્યાનું કાવતરું ઘડવા માટે યુકે, યુએસ અને બાંગ્લાદેશમાં વિવિધ સ્થળોએ કથિત રીતે મુલાકાત કરી હતી.