ઇન્ટરનેશનલ

Bangaladesh માં મહિલાઓની સ્થિતિ ચિંતાજનક, હિંસા અને દુષ્કર્મના કેસોમાં વધારો થયાનો દાવો

નવી દિલ્હી : સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહી છે. તેવા સમયે બાંગ્લાદેશમાં (Bangaladesh)મહિલાઓની સ્થિતિ ચિંતાજનક છે. બાંગ્લાદેશમાં સતત વધી રહેલી અરાજકતાથી લોકો ત્રસ્ત છે. બાંગ્લાદેશ મહિલા પરિષદના પ્રમુખ ફૌઝિયા મોસલેમે જણાવ્યું હતું કે સરકાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબૂ રાખવામાં નિષ્ફળ નીવડી છે. જેમાં મહિલા વિરુદ્ધ ગુનાનું પ્રમાણ વધ્યું છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશને વિદેશ પ્રધાન એસ. જયશંકરે સ્પષ્ટ કહ્યું, નક્કી કરો સંબંધો કેવા ઈચ્છો છો?

મહિલાઓ અને બાળકો સામે હિંસાના 295 બનાવો

તેમણે એક અખબાર સાથે વાતચીત કરતા ફૌઝિયા મોસલેમે જણાવ્યું હતું કે, જો આખો સમાજ જાગૃત નહીં થાય તો આ કટોકટીનો સામનો કરવો ખૂબ મુશ્કેલ બનશે. તેમણે કહ્યું કે ગયા ઓગસ્ટમાં સત્તા પરિવર્તન પછી દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઢાકા સ્થિત હ્યુમન રાઇટ્સ કલ્ચરલ ફાઉન્ડેશનના એક અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2025 માં મહિલાઓ અને બાળકો સામે હિંસાના 295 બનાવો નોંધાયા હતા. જે જાન્યુઆરી કરતા 24 વધુ છે.

ટોળા દ્વારા નિશાન બનાવવાનો ડર

બાંગ્લાદેશના અગ્રણી દૈનિકના અહેવાલ મુજબ આ ઘટનાઓમાં ઇસ્લામિક કટ્ટરવાદી જૂથો, આતંકવાદીઓ અને અન્ય ઉગ્રવાદી તત્વો સ્પષ્ટ ભૂમિકા ભજવે છે. જે મહિલાઓની સલામતી માટે ગંભીર ખતરો છે. વિવિધ વ્યવસાયોની કુલ 21 મહિલાઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં તેમને ઘરની બહાર જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો છે.ઢાકામાં રહેતી 19 થી 48 વર્ષની વયની આ મહિલાઓએ શેરીમાં થતી ઉત્પીડનના અનેક કિસ્સાઓ નોંધાવ્યા હતા. તેમને વિરોધ કરશે ટોળા દ્વારા નિશાન બનાવવાનો ડર સતાવી રહ્યો છે.

ફેબ્રુઆરી 2025 માં દેશમાં 46 મહિલાઓ સાથે દુષ્કર્મ

ઢાકા સ્થિત માનવાધિકાર સંગઠન આઈન ઓ સલીશ કેન્દ્ર અનુસાર, ફેબ્રુઆરી 2025 માં દેશમાં 46 મહિલાઓ સાથે દુષ્કર્મ થયું હતું. જાન્યુઆરી 2025 માં આ સંખ્યા 39 હતી. જેમાં 15 સગીરોનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશમાં તાજેતરના મહિનાઓમાં વિરોધ પ્રદર્શનોમાં વધારો જોવા મળ્યો છે. ગૃહ બાબતોના સલાહકાર જહાંગીર આલમ ચૌધરીના રાજીનામાની માંગ વધી રહી છે. જેમને ઘણા લોકો દેશમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે જવાબદાર માને છે.

બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર સત્તામાં આવ્યા પછી મહિલાઓ સામે જાતીય હિંસાના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button