NASA માટે આવ્યા Bad News, ચંદ્ર પર સોફ્ટલેન્ડિંગ પહેલાં જ…

50 દાયકા બાદ આ અઠવાડિયાની શરૂઆતમાં અમેરિકાએ ચંદ્ર પર ઉતરવા માટે ઐતિહાસિક ઉડાન ભરી હતી. યુનાઈટેડ લોન્ચ એલાન્યન્સ નામના એક પ્રાઈવેટ મેન્યુફેક્ચર તેના વલ્કન સેન્ટોર રોકેટની મદદથી નાસાના પેરેગ્રીન એક લુનર લેન્ડરે ઓર્બિટમાં પહોંચાડ્યું છે.
મિશન સાથે સંકળાયેલા લોકોએ કહ્યું છે કે ટૂંક સમયમાં જ એમનો આ પ્રયાસ નિષ્ફળ થવાનો છે. એક ન્યુઝ ચેનલના રિપોર્ટ અનુસાર લોન્ચના અમુક કલાકો બાદ જ એસ્ટ્રોબોટિક દ્વારા એક ખરાબીની જાણકારી આપવામાં આવી હતી. કંપનીનું એવું કહેવું છે કે ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગની હવે કોઈ શક્યતા બાકી નથી.
રિપોર્ટ અનુસાર મિશન લોન્ચ થવાના અમુક કલાકોમાં જ એક પ્રોપલ્શન ગ્લિચ આવ્યું હતું. આને કારણે પેરેગ્રીન લેન્ડરની બધી પેનલને સૂર્યની સામે ફોક્સ કરીને નથી ગોઠવી શકાઈ, જેને કારણે સ્પેસક્રાફ્ટના બાહરી ભાગને પણ નુકસાન પહોંચ્યું છે. પેરેગ્રીન લેન્ડર પાસે હજી પણ આશરે 40 કલાકનું ફ્યુઅલ બાકી છે. મિશન સાથે સંકળાયેલા લોકોનું એવું કહેવું છે કે સ્પેસક્રાફ્ટને હવે ત્યાં સુધી ઓપરેટ કરવામાં આવશે જ્યાં સુધી તેમાં પ્રોપલેન્ટ બાકી છે.
આ મિશનની સફળતા માટે નાસાએ 100 મિલિયન ડોલર ખર્ચ કરવામાં આવ્યો છે. પેરેગ્રીન 1 લૂનાર લેન્ડરના માધ્યમથી નાસા ચંદ્રની સપાટી પર સંરચના અને લેન્ડિંગવાળી જગ્યાના વાતાવરણમાં રેડિએશનની માહિતી એકઠી કરવા માગે છે. સ્વાભાવિક છે કે મિશન ફેલ થવાને કારણે નાસાની આશાઓ પર પાણી ફરી વળ્યું હશે.
જોકે, આ પહેલી વખત નથી કે જ્યારે કોઈ સંસ્થા કે કંપનીની ચંદ્ર પર ઉતરવાના પ્રયાસ નિષ્ફળ ગયો હોય. સૌથી પહેલાં એપ્રિલ, 2019માં ઈઝરાયલનો બેરસીટ લેન્ડર ચંદ્રની સપાટી પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. ગયા વર્ષે જ એપ્રિલમાં જાપાનની કંપની આઈસ્પેસનું હુકાતો મિશન ચંદ્ર પર ક્રેશ થઈ ગયું હતું.