જો બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડે તો પુતિન…
બાબ વેંગા ભવિષ્યવાણીઓ કરવા માટે એક જાણીતું નામ છે. તેમને 2024 માટે ઘણી એવી ભવિષ્યવાણીઓ કરી છે કે તેની પર વિશ્ર્વાસ કરવો મુશ્કેલ છે પરંતુ તે સાચી પડશે કે કેમ તે તો સમય જ બતાવશે તો ચાલો તમને આજે જણાવું કે 2024 માટે બાબા વેંગાએ કંઇ કંઇ ભવિષ્યવાણીઓ કરી છે. જો કે બાબા વેંગાનું 26 વર્ષ પહેલાં 84 વર્ષની વયે અવસાન થયું હતું, પરંતુ તેમની ભવિષ્યવાણીઓ આજે પણ સાચી પડી રહી છે.
2024માં થનારી કેટલીક ઘટનાઓમાં એક ભવિષ્યવાણી એવી કરી હતી કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાના પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કેન્સર અને અલ્ઝાઈમરનો ઈલાજ શોધવાથી લઈને યુરોપમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થવાનો દાવો પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે બાબા વેંગાએ પોતે 2022માં યુક્રેન પર હુમલાની આગાહી કરી હતી અને તે સાચી સાબિત થઇ છે. બાબા વેંગાને બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ તરીકે ઓળખાય છે. 1911માં જન્મેલા મિસ્ટિક બાબા વેંગાએ દાવો કર્યો હતો કે તે એક તોફાનમાં ફસાવાના કારણે અંધ બની ગયા હતા. જો કે તેમની પાસે ભવિષ્યવાણી કરવાની અસાધારણ ક્ષમતા હતી.
બાબા વેંગાએ પણ 2024 માટે ભવિષ્યવાણી કરી હતી કે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફેરફાર નોંધાશે એટલે કે આગામી સમયમાં પૃથ્વી સૂર્યથી દૂર જશે જેના કારણે લોકોએ પૂર અથવા હિમયુગનો સામનો કરવો પડશે. આ ઉપરાંત બાબા વેંગાએ પુતિનની હત્યાથી લઈને તબીબી સફળતા સુધીની ઘણી મોટી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે 2024માં રશિયાના રાષ્ટ્રપતિનું તેમના જ દેશવાસીઓ દ્વારા હત્યાનો પ્રયાસ કરવામાં આવશે.
બાબા વેંગાએ વિનાશક શસ્ત્રો વિશે ભવિષ્યવાણી કરતા કહ્યું છે કે કોઇ એક દેશ આગામી વર્ષમાં જૈવિક શસ્ત્રોનું પરીક્ષણ અથવા હુમલો કરશે. તેમજ આતંકવાદીઓ યુરોપમાં અરાજકતા ફેલાવશે.બાબા વેંગાએ એવી પણ આગાહી કરી છે જે તબીબી ક્ષેત્રમાં અલ્ઝાઈમર અને કેન્સર સહિત અસાધ્ય રોગોની નવી સારવાર 2024 માં શોધી કાઢવામાં આવશે. ત્યારે હવે 2024માં એ જોવાનું રહ્યું કે જો બાબા વેંગાની આ ભવિષ્યવાણીઓ સાચી પડે તો લોકોએ કેટલી હાતાકી ભોગવવી પડશે અને કેટલો ફાયદો થશે.