ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ અયતુલ્લાહ અલી ખામેની ઈરાન છોડવાની ફિરાકમાં, અહેવાલમાં દાવો…

તહેરાન: ઈરાનમાં સતત વધી રહેલા વિરોધ પ્રદર્શનના 15થી વધુ લોકોના મોત થયા છે. તેમજ અમેરિકાના વેનેઝુએલા પરના હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં પણ હસ્તક્ષેપ કરવાની ધમકી આપી છે. ત્યારે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાનના સુપ્રીમ લીડર અયતુલ્લાહ અલી ખામેની દેશ છોડીને ભાગવાની યોજના બનાવી રહ્યા છે. ખામેની પાસે આ અંગે એક બેકઅપ પ્લાન પણ તૈયાર છે.

20 સહયોગી અને પરિવાર સાથે ઈરાન છોડી દેવાની ફિરાકમાં

આ અંગે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ખામેની તેમના 20 સહયોગી અને પરિવાર સાથે ઈરાન છોડી દેવાની ફિરાકમાં છે. તેમજ દાવો કરવામાં આવ્યો છે કે ખામેની સીરિયાના બશર-અલ-અસદ ની જેમ રશિયામાં આશ્રય લઈ શકે છે. ખામેનીને મોસ્કો ભાગવું પડશે એ સિવાય તેમની જોડે કોઈ વિકલ્પ નથી.

ઇઝરાયલ અને અમેરિકા જેવી વિદેશી તાકતોનો હાથ

આ હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે, સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ પોતાનું પહેલું નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરતા લોકો સાથે વાત કરી શકાય છે, પરંતુ તોફાનીઓ સાથે વાતચીત કરવાનો કોઈ અર્થ નથી. તેમને તેમનું સ્થાન બતાવવું જ જોઇએ. જેના પરથી સ્પષ્ટ છે કે ઈરાન સરકાર વિરોધીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું કે હિંસક વિરોધ પ્રદર્શનો પાછળ ઇઝરાયલ અને અમેરિકા જેવી વિદેશી તાકતોનો હાથ છે.

ઈરાનના 31 પ્રાંતોમાંથી 25 પ્રાંતોમાં 170 થી વધુ સ્થળોએ વિરોધ પ્રદર્શનો

હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ એજન્સી અનુસાર ઈરાનના 31 પ્રાંતોમાંથી 25 પ્રાંતોમાં 170 થી વધુ સ્થળોએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં 580 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, હિંસક વિરોધ પ્રદર્શનની શરુઆતમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને શરૂઆતમાં વિરોધ પ્રદર્શનો પ્રત્યે વાતચીત માટે તૈયારી દર્શાવી હતી. જયારે હવે સરકાર દ્વારા કડક કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં અનેક શહેરોમાં પોલીસ સ્ટેશનોને આગ ચાંપી દેવામાં આવી છે અને અમુક સ્થળોએ ગોળીબારના અહેવાલો પણ મળ્યા છે.

આ પણ વાંચો…ઈરાનમાં વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા, 15 લોકોના મોત…

2022માં પોલીસ કસ્ટડીમાં મહસા અમીની મૃત્યુ (Abedin Taherkenareh/EPA)

2022 માં થયેલા રાષ્ટ્રવ્યાપી બળવા પછી આ સૌથી મોટા વિરોધ પ્રદર્શન

ઈરાનમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શન ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ ગયા છે. જેમાં વર્ષ 2022માં પોલીસ કસ્ટડીમાં મહસા અમીનીના મૃત્યુ બાદ થયેલા રાષ્ટ્રવ્યાપી બળવા પછી આ સૌથી મોટા વિરોધ પ્રદર્શન છે. પ્રદર્શનકારીઓ તેહરાન અને અન્ય શહેરોમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button