Donald Trump પર એટેક પૂર્વે જોવા મળ્યો હતો હુમલાખોર, ફાયરિંગ બાદ સ્નાઈપરે મોતને ઘાટ ઉતાર્યો
પેન્સિલવેનિયા: ડોનાલ્ડ ટ્રમ્પની(Donald Trump)પેન્સિલવેનિયા રેલીના એક સાક્ષીએ દાવો કર્યો છે કે તેણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પર ગોળી ચલાવવાની થોડી મિનિટો પહેલા શંકાસ્પદ હુમલાખોરને જોયો હતો. સાક્ષીએ એવો પણ દાવો કર્યો હતો કે તેણે અને રેલીમાં હાજર અન્ય લોકોએ હુમલાખોર વિશે પોલીસને ચેતવણી આપી હતી પરંતુ તેમણે કોઇ એકશન લીધા ન હતા. જો કે ડોનાલ્ડ ટ્રમ્પ પર એટેક બાદ સ્નાઈપરે હુમલાખોરને મોતને ઘાટ ઉતાર્યો હતો.
તેની પાસે એક રાઈફલ હતી
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ રેલીમાં ભાગ લેનાર ગ્રેગ સ્મિથે જણાવ્યું કે તેણે બટલર કાઉન્ટીમાં ઈવેન્ટની બહાર એક ઈમારતની ટોચ પર એક માણસને ચઢતો જોયો હતો. ગ્રેગના કહેવા પ્રમાણે, શંકાસ્પદ વ્યક્તિ પાસે રાઈફલ પણ હતી. સ્મિથે કહ્યું, ‘અમે જોયું કે એક વ્યક્તિ 50 ફૂટના અંતરે અમારી બાજુની બિલ્ડિંગની છત પર ચઢી રહ્યો હતો. તેની પાસે એક રાઈફલ હતી જેને અમે સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
તેણે કહ્યું કે અમે પોલીસને તે વ્યક્તિ વિશે કહ્યું અને ઈશારાથી કહ્યું કે તેની પાસે રાઈફલ છે પરંતુ પોલીસ અહીં-ત્યાં જમીન પર દોડતી રહી અને ધ્યાન આપ્યું નહીં. સ્મિથે કહ્યું કે તેણે રેલીમાં હાજર પોલીસકર્મીઓને ચેતવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને લાગ્યું કે છતની ઢોળાવને કારણે તેઓ બંદૂકધારીને જોઈ શકશે નહીં.
ગોળીબારની ઘટનાનો એક નવો વીડિયો સામે આવ્યો
આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવતા ગોળીબારની ઘટનાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિને ગોળી માર્યાની ક્ષણો પૂર્વે શંકાસ્પદ હુમલાખોરને જોઈને એક સિક્રેટ સર્વિસ સ્નાઈપર એક્શનમાં આવે છે. સ્નાઈપરને તેના હથિયાર સાથે ટ્રમ્પ જ્યાં ભાષણ આપી રહ્યા છે તેની પાછળ સ્થિત એક સ્ટ્રક્ચરની ટોચ પર પોઝિશન લેતા જોઈ શકાય છે.
હુમલાખોરનું ઘટનાસ્થળે જ મોત થયું
પ્રથમ ગોળી ચાલે છે ત્યારે સ્નાઈપરે હુમલાખોરની હિલચાલની નોંધ લીધી. તેની બાદ તરત જ હુમલાખોર તરફ લક્ષ્ય કરે છે અને ફાયરિંગ કરે છે. યુએસ સિક્રેટ સર્વિસના પ્રવક્તા એન્થોની ગુગલીએલ્મીના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ હુમલાખોરને કાઉન્ટર સ્નાઈપર ટીમના સભ્યએ મારી નાખ્યો હતો. સ્નાઈપરે 200 મીટર દૂરથી નિશાન સાધ્યું અને તેની ગોળી સીધી હુમલાખોરના માથામાં વાગી અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
Also Read –