ઇન્ટરનેશનલ

રશિયામાં એરપોર્ટ પર ઈઝરાયલીઓ પર હુમલોઃ પુતિને કર્યો સૌથી મોટો દાવો

મોસ્કોઃ અહીંના એરપોર્ટ પર ઇઝરાયલની ફ્લાઇટનું ઉતરાણ થયા બાદ એક ટોળાએ એરપોર્ટ પર હુમલો કર્યો હતો, જેમાં ૨૦ લોકો ઘાયલ થયા હતા. આ ટોળું તેલ-અવીવથી આવેલી ફ્લાઇ્ટમાં ઇઝરાયલીઓને શોધી રહ્યા હતા. આ મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કરતા કહ્યું હતું પશ્ચિમી જાસૂસી એજન્સીઓ અને તેમના યુક્રેનિયન એજન્ટોએ દાગેસ્તાનના દક્ષિણ પ્રદેશમાં રમખાણો કરવામાં મદદ કરી હતી.

સેંકડો રોષે ભરાયેલા લોકો વિરોધી નારાઓ સાથેના બેનરો લઇને રવિવારે રાત્રે મુખ્યત્વે મુસ્લિમ પ્રદેશની રાજધાની મખાચકલામાં એરપોર્ટ પર ધસી આવ્યા હતા. જેઓ તેલ-અવીવથી આવેલી ફ્લાઇટમાં ઇઝરાયલી પ્રવાસીઓને શોધી રહ્યા હતા.

પ્રાદેશિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓ અને નાગરિકો ઘાયલ થયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર છે. પોલીસના જણાવ્યા અનુસાર આ અથડામણમાં ૮૦થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
રશિયાની તપાસ સમિતિએ સામૂહિક અશાંતિ ઉભી કરવાના આરોપમાં ફોજદારી તપાસ શરૂ કરી છે. રશિયાએ ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં બંને પક્ષોની કાળજીપૂર્વક પ્રમાણબદ્ધ ટીકા જારી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button